સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને એ. કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે તારીખ ૨૪-૧૨-૨૫ ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં શરૂઆતમાં શાળામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિ વિશે શાળાના ગ્રાહક સુરક્ષા કન્વીનર હિતેશભાઈ ઢાપા દ્વારા માહિતી આપવામાં આવી. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો જેમાં ગ્રાહક સુરક્ષા જિલ્લા ઇન્સ્પેક્ટર બારૈયા સાહેબ દ્વારા ગ્રાહકના મૂળભૂત અધિકારો વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા. તાલુકા ઈન્સ્પેક્ટર પટેલ સાહેબ દ્વારા ગ્રાહક જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી. ગ્રાહક સુરક્ષા મંડળ તાલુકા પ્રમુખ રમેશભાઈ હિરાણી સાહેબ દ્વારા સાઈબર ફ્રોડ તેમજ અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી. ગ્રાહક સુરક્ષામાં સક્રિય એવા પાંધી સાહેબ દ્વારા ગ્રાહકની ફરજો વિશે સમજૂતી આપવામાં આવી તેમજ આજરોજ શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું વિવિધ સ્પર્ધાઓમાંથી પસંદ કરાયેલ કૃતિઓ અને પ્રોજેક્ટ કાર્ય માટે શાળાની વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉપસ્થિત અધિકારીઓના હસ્તે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા ઉષાબેન બી.તેરૈયા દ્વારા ગ્રાહક શિક્ષણ વિશે માહિતી આપી આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મેહુલભાઈ મહેતા સુપરવાઈઝર નિતાબેન ત્રિવેદી તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની’શાનદાર ઉજવણી

















Recent Comments