અમરેલી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાઢડાના આયુષ્માન આરોગ્ય મંદિર જાબાળ ખાતે “સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર” કાર્યક્રમ અંતર્ગત મહારસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાઢડાના આયુષ્માન આરોગ્ય મંદિર જાબાળ ખાતે તા. ૧-૧૦-૨૫ના રોજ  “સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર (SNSP)” કાર્યક્રમ મહા રસીકરણ દિવસનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષી, RCHO ડો. સિંહ, QAMO ડો. જાટ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીના, મેડિકલ ઓફિસર ડો.રિદ્ધિ મેડમ (MBBS)ડો. અલ્પા મેડમ (આયુષ MO)નાં માર્ગદર્શન હેઠળ મહા રસીકરણમાં બાળકોની બાળકોનું રસીકરણ, ગર્ભવતી મહિલાઓની  હેલ્થ સુપરવાઇઝર ભરતભાઈ ગૌસ્વામી દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય માહિતી આપવામાં આવેલ. મહા રસીકરણ દિવસને સફળ બનાવવા માટે આશા સોનલબેન, સંધ્યાબેન MPHW સી.આર.બગડા અને ક્રિશન કુમાર બ્લડ પ્રેશર, RBS અને HBની તપાસ કરેલ.


Related Posts