અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ શાળા નંબર બે ખાતે નેશનલ મેથ્સ ડે ઉજવાયો

૨૨ ડિસેમ્બરના રોજ “નેશનલ મેથ્સ ડે” ની ઉજવણી શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળા સાવરકુંડલામાં ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી.બાળકોએ ગણિતના કોયડા ઉકેલ ,તેમજ ગણિતના સાધનોનો ઉપયોગ કરી અને વિવિધ પ્રયોગો કર્યા, ગણિત વિજ્ઞાન પ્રદર્શન ,તેમજ પ્રોજેક્ટ ઉપર શ્રી રામાનુજનના જીવન કવન સંદેશ મેળવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યા ભારતીબેન રાઠોડના માર્ગદર્શન નીચે ઇમરાનભાઈ તુવાર, સંધ્યા મેડમ ,ગીતા મેડમ ,હર્ષા મેડમ, સંદીપ સર, દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Posts