28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંચાલિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધારમાં લોક કલ્યાણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર, મોજીલું શિક્ષણ, અહિંસાની કેળવણી, સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા અલગ અલગ કાર્ય શાળા 1) રોબોટિક્સ ગેમ્સ, 2) 3D ફિલ્મ, 3) સેન્સર આધારિત મોડલ્સ બનાવવા 4) VR દ્વારા ગેમ્સ 5) રિમોટ દ્વારા બોડી કંટ્રોલ 6) પ્રદર્શન જેવી કાર્ય શાળામાં જાતે પ્રયોગો કરીને મોજ માણી. નિર્મળ ભાઈ પરમાર અને પાતુભાઈ આહિર દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવી. અરુણભાઈ દવે, ભાવનાબેન પાઠક, અને કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓ જાતે કાર્ય શાળા સંભાળી અસરકારક રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી.


















Recent Comments