fbpx
રાષ્ટ્રીય

કોરોનાની હાલ કોઈ વેક્સીન નથી, સૌએ સાથે મળીને બનાવવી પડશે : યુએન

યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે  છે કે કોવિડ-૧૯ની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન નથી. એ સમજવાની જરૂરિયાત છે કે આપણે તેને ભેગા મળીને બનાવવી પડશે. તેમણે કે વેક્સીન બની જાય એટલું પુરતુ નથી. તેને દરેક વ્યક્તિ અને દરેક જગ્યાએ પહોંચાડવા માટે વૈશ્વિક એકતા બતાવવી પડશે. ગુટેરસે ગત મહીને પણ ચેતવણી આપતા હતું કે કોરોના મહામારીથી સર્જાયેલા સંકટના કારણે વિશ્વભરમાં મહામંદી આવવાની છે. વિશ્વમાં ભુખમરો અને દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. એવામાં એક જ ઉપાય છે કે તમામ દેશો મળીને આ સમસ્યાનું સમાધાન શોધે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત મહિને  હતું કે કોરોના માટે ૮ વેકસી પર કામ ચાલી  છે. સંગઠનના પ્રમુખ ડો.ટેડ્રોસ ગ્રેબયેસસે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી એવું વિચારવામાં આવી  હતું કે વેક્સીન બનાવતા ૧ વર્ષથી ૧૮ મહિના લાગશે. જાકે હવે આ કામને ગતિ અપાઈ રહી છે. એક સપ્તાહ પહેલા વિશ્વના ૪૦ દેશોના નેતાઓએ તેના માટે ૮ અબજ ડોલર(લગભગ ૪૮ હજાર કરોડ રૂપિયા)ની મદદ કરી છે, જાકે આ આર્થિક મદદ આ કામ માટે ઓછી પડશે.

 

Follow Me:

Related Posts