fbpx
રાષ્ટ્રીય

કોરોના વાયરસથી સ્વસ્થ લોકોને ડાયાબિટિસ થવાનો ખતરો

કોરોના વાયરસની બીમારીના કારણે એક નવું સંકટ પેદા થયું છે. આ મહામારીના ૧૭ નિષ્ણાતોના એક આંતરરાષ્ટÙીય સમૂહે દાવો કર્યો છે કે કોરોના વાયરસ બીમારી સ્વસ્થ લોકોને ડાયાબિટિસથી ગ્રસ્ત કરી શકે છે અને પહેલાથી ડાયાબિટિસના દર્દીઓમાં પરેશાની અને જટિલતા વધારી શકે છે.
બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનની સ્ટેફની એ.એમિલ સહિત તમામ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ બીમારી અને ડાયાબિટિસની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રીસર્ચમાં તેમણે દાવો કર્યો છે કે ડાયાબિટિસના દર્દી કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગવો અને એ ચેપથી મોત થવાનો ખતરો વધુ છે. કોરોના વાયરસથી થયેલા લોકોમાં ૨૦ થી ૩૦ ટકા લોકો ડાયાબિટિસના દર્દી હતા. સંશોધકોનું કહેવું છે કે કોરોના વાયરસના ચેપગ્રસ્ત વ્યટિસ થવાની શક્્યતા વધુ છે તથા એવા વ્યક્તિની પાચનક્રિયામાં ગરબડ થઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
જાકે, આ સંશોધકોનું કહેવું એ હજુ સ્પષ્ટ નથી કે કોરોના વાયરસ(સાર્સ સીઓવી-૨)ની ડાયાબિટિસ પર શું અસર થાય છે. પહેલા આવેલા રીસર્ચમાં કહેવાયું હતું કે કોરોના વાયરસ ચેપગ્રસ્ત અને માનવ કોષમાં પ્રવેશ કરવા રસ્તો આપનાર એસીઈ-૨ ફક્ત ફેંફસામાં નહીં પરંતુ અન્ય અંગો અને ગ્લૂકોઝના પાચનમાં સામેલ અંગો અને કીડનીમાં હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એ સંભવ છે કે કોરોના વાયરસ ગ્લૂકોઝની પાચન ક્રિયાને બદલી દે અને જેનાથી પહેલા ડાયાબટિસ-ગ્રસ્ત લોકોમાં જટિલતા વધી જાય અથવા કોઈ નવી બીમારીનો ખતરો પેદા થઈ શકે છે.

Follow Me:

Related Posts