fbpx
રાષ્ટ્રીય

કોરોના એક્સપ્રેસ અનસ્ટોપેબલ : ૨૪ કલાકમાં ૧૦ હજાર કેસ,૩૮૦ના મોત

દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો કાળો કેર યથાવત છે. કોરોના એક્સપ્રેસ અનસ્ટોપેબલની જેમ આગળ વધી રહી હોય તેમ સતત બે દિવસ ૧૨ હજાર જેટલા કેસો નોંધાયા બાદ હવે તેમાં સહેજ ઘટાડો થયો હોય તેમ ૧૦ હજાર કરતાં સહેજ વધુ કેસો બહાર આવ્યાં હતા. જેમાં સૌથી વધુ મહારાષ્ટÙમાંથી બહાર આવ્યાં હતાં. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, આજે મંગળવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ,૬૬૭ કેસ નોંધાયા હતા અને આ જ સમયગાળામાં ૩૮૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ૩ લાખ ૪૩ હજાર ૯૧ કેસ થયા છે. જેમાંથી ૧ લાખ ૫૩ હજાર ૧૭૮ સારવાર હેઠળના સક્રિય કેસ છે. તો બીજી તરફ ૧ લાખ ૮૦ હજાર ૧૩ દર્દીઓ રિકવર થઇને સાજા થયાં છે. ૩૮૦ના મોત સાથે અત્યાર સુધી ૯૯૦૦ લોકોના મોત થઈ ચુક્્યા છે.
એક અન્ય અહેવાલ મુજબ, દેશમાં કોરોનાના કેસ વધીને ૩ લાખ ૪૩ હજાર ૦૬૦ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧૦૦૧૪થી વધુ દર્દી મળ્યા છે. સાથે જ એક દિવસમાં ૧૦ હજારથી વધુ દર્દી સાજા પણ થયા છે. આ પહેલા ૧૩ જૂને ૮૦૯૨ સંક્રમિત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. દેશમાં ૧ લાખ ૫૨ હજાર ૭૭૬ એક્ટિવ કેસ છે, તો સામે ૧ લાખ ૮૦ હજાર ૩૨૦ લોકો સાજા પણ થઈ ચુક્્યા છે. સોમવારે માત્ર મહારાષ્ટÙમાં જ ૨૭૮૬ કેસો નોંધાયા હતા જ્યારે, , તમિલનાડુમાં ૧૮૪૩, દિલ્હીમાં ૧૬૪૭, ગુજરાતમાં ૫૧૪ દર્દી મળ્યા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો વધવાની વચ્ચે દિલ્હીની આપ સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી હતી. મળતી માહિતી પ્રમાણે, તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હોખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
પૂર્વોત્તરમાં ગત રાતે કોરોનાના ૪ નવા કેસ સામે આવ્યા પછી મિઝોરમમાં કુલ કેસની સંખ્યા વધીને ૧૨૧ થઈ ગઈ છે
હરિયાણા સરકારે કેસો વધવાની સંભાવના વચ્ચે ગુરુગ્રામ જીલ્લામાં ખાલી પડેલી બિલ્ડિગ્સનો સર્વે કરવા માટે  છે. સરકારનું કહેવું છે કે આ બિલ્ડિગ્સનો આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવે જેથી જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય.
મહારાષ્ટÙમાં સોમવારે રેકોર્ડ બ્રેક સમાન ૨૭૮૬ દર્દીઓ નોંધાયા હતા અને , ૧૭૮ના મોત થયા હતા.. હવે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૧૦ હજાર ૭૪૪ થઈ ગઈ છે. સાથે જ ૫૬ હજાર ૪૯ સાજા પણ થયા છે. સોમવારે અલગ અલગ હોસ્પિટલમાંથી ૫૦૭૧ કોરોના દર્દી સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ ૪૭.૨% છે
બિહારમાં વધુ ૧૮૭ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂર્ણિયામાં ૨૨, સીવાનમાં ૧૬, મધુબનીમાં ૧૨, મુઝફ્ફરપુરમાં ૧૮ દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ ૬૬૬૨ લોકો સંક્રમણના સંકજામાં આવ્યા છે, જેમાંથી ૨૫૭૦ એક્ટિવ દર્દી છે, બિહારમાં ૩૮ લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં ૨૮૭ પોઝિટિવ દર્દી મળ્યા હતા, જ્યારે ૯ દર્દીઓના મોત થયા હતા. જયપુરમાં ૪૧, જાધપુરમાં ૨૦, પાલીમાં ૪૬, સીકરમાં ૧૯, સિરોહીમાં ૧૦, અલવરમાં ૩૮, ઝૂંઝૂનૂમાં ૧૮નો રિપોર્ટ પોઝિટિવઆ આવ્યો હતો. રાજ્યમાં કુલ ૩૦૧ લોકોના અત્યાર સુધી મોત થયા છે.
જ્યારે, મધ્યપ્રદેશમાં સંક્રમણના ૧૩૩ કેસ સામે આવ્યા હતા. ભોપાલમાં ૪૦, ઈન્દોરમાં ૬, ઉજ્જૈનમાં ૯ દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૦ હજાર ૯૩૫ થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધી ૪૬૫ લોકોના મોત થયા છે ઉત્તરપ્રદેશમાં ૪૭૬ સંક્રમિત દર્દીઓ નોંધયા હતા જ્યારે ૧૮ લોકોના મોત થયા. ગૌતમબુદ્ધનગરમાં ૬૦, મેરઠમાં ૨૫, કાનપુરમાં ૧૯, આગરામાં ૧૬ દર્દી વધ્યા છે. કોરોનાથી અત્યાર સુધી ૪૧૭ લોકોના મોત થયા છે. પૂર્વ સાંસદ અને સપા નેતા ધર્મેન્દ્ર યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Follow Me:

Related Posts