fbpx
રાષ્ટ્રીય

દેશની અખંડિતતા જાળવવા ભારત સંપૂર્ણપણે સક્ષમ,જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં ચીન સાથેના વિવાદ પર પહેલી વાર નિવેદન આપ્યુ છે પીએમ મોદીએ  છે કે જે જવાનો શહીદ થઈ ગયા છે તેમની શહાદત વ્યર્થ જશે નહીં. આ સાથે જ તેમણે  કે આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જાઈએ, તેઓ મારતા-મારતા મર્યા છે.
બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાઈરસ પર ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ  કે હુ દેશને વિશ્વાસ અપાવુ છુ કે જવાનોના બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે એ પણ  કે સૈનિક મારતા-મારતા મર્યા છે. આ સાથે જ શહીદ જવાનો માટે બે મિનિટનુ મૌન પણ રાખવામાં આવ્યુ.
પીએમ મોદીએ  અમે હંમેશાથી પોતાના પાડોશીઓ સાથે મળીને કામ કર્યુ છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની કામના કરી છે. જ્યાં ક્્યારેક મતભેદ પણ રહ્યા છે. અમે હંમેશાથી એ પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદ બની જાય નહીં. અમે ક્્યારેય કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દેશની અખંડતતા અને સંપ્રભુતાની સાથે સમાધાન પણ નથી કરતા. જ્યારે પણ સમય આવ્યો છે અમે દેશની અખંડતતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પોતાની શન કર્યુ છે. પોતાની ક્ષમતાઓને સાબિત કરી છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે ત્યાગ અને તપસ્યા આપણા ચારિત્ર્યનો ભાગ છે. વિક્રમ અને વીરતા પણ આપણા ચારિત્ર્યનો ભાગ છે. દેશની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા કરવાથી આપણને કોઈ રોકી શકશે નહીં. એમાં કોઈને પણ ભ્રમ હોવો જાઈએ નહીં. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારત ઉશ્કેરવા પર દરેક પરિસ્થિતિમાં યથાયોગ્ય જવાબ આપવા માટે સક્ષમ છે. આપણા દિવંગત શહીદ વીર જવાનોના વિષયમાં દેશને એ વાતનો ગર્વ હશે કે મારતા-મારતા મર્યા છે.

Follow Me:

Related Posts