fbpx
રાષ્ટ્રીય

બસ હવે બહુ થયું, જવાનોની શહીદી પર PM  મોદી મૌન કેમ? : રાહુલ ગાંધી

ભારત અને ચીનમાં સૈનિકો વચ્ચે થયેલ અથડામણ બાદ બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન વલણ પર જારદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડા પ્રધાન ભારત-ચીન હિંસા ઉપર શા માટે મૌન છે? આપને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતનાં ૨૦ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વળી, આ હિંસક અથડામણમાં ચીની પક્ષને પણ ઘણું મોટુ નુકસાન થયુ છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્‌વટમાં , “વડા પ્રધાન શા માટે શાંત છે? કેમ તે છુપાઈ રહ્યા છે? હવે બહુ થયુ. અમે જાણવા માંગીએ છીએ કે શું થયું છે. ચીનની આપણા સૈનિકોને મારવાની હિમ્મત કેવી રીતે થઇ? આપણી જમીન લેવાની તેની હિમ્મત કેવી રીતે થઇ?

Follow Me:

Related Posts