વિશ્વમાં દર પાંચમી વ્યક્તિને કોરોનાનું જોખમઃ અભ્યાસ
વિશ્વભરમાં દર પાંચમી વ્યક્તિને કોરોનાની આકરી બીમારીનો ભય છે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. આને કારણે જેમને બીમારી થઇ શકે તેવા લોકોને રક્ષણ આપવા માટે વ્યૂહો વિકસાવવામાં મદદ થઇ શકે છે. જર્નલ ધ લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે વિશ્વભરની કુલ વસતિના ૨૨ ટકા એટલે કે આશરે ૧.૭ અબજ લોકોની આરોગ્યની સ્થિતિ ઓછામાં ઓછા એકવખત એવી હોય છે કે તેમને કોરોનાની આકરી અસર થઇ શકે છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વની આશરે ચાર ટકા વસતિ એટલે કે ૩૪.૯ કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે અને આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવો પડી શકાય છે. જાકે મહિલાઓ કરતાં પુરુષોમાં આ બીમારી ઝડપથી ફેલાઇ શકે છે. જે મહિલાઓમાં ત્રણ ટકાની સામે પુરુષોમાં છ ટકા જેટલો હોઇ શકે છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે વૃદ્ધોની વસતિ વધુ હોય, એચઆઇવી-એઇડ્સ વધુ હોય અને હાઇ ડાયબિટીસ વધુ હોય તેવા લોકો ધરાવતાં દેશોમાં આ જાખમ વધુ છે.
Recent Comments