fbpx
રાષ્ટ્રીય

આખરે પુરી રથયાત્રાને સુપ્રિમની શરતી મંજૂરી

જગન્નાથ પુરીમાં ૨૩ જૂને રથયાત્રા નીકળશે .સુપ્રીમ કોર્ટે  કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે, ઓરિસ્સામાં ક્્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. કેન્દ્ર સરકારે અરજી કરીને  હતું કે, શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ યાત્રા કરી શકાય છે. વધુમાં કોર્ટે  કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જાઈએ. સાથે જ કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.
સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ  કે, રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો મામલો છે. ભગવાન જગન્નાથ આવતીકાલે બહાર નહીં આવી શક્્યા તો પછી ૧૨ વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે.
સોલિસિટર જનરલે  કે, એક દિવસનું કર્ફ્યૂ લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન થઈ શકે છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલ. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ૪ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એક અરજી મુ પણ કરી હતી. આપને જણાવી દઇએ કે, આ રથયાત્રા ૨૩ જૂન મંગળવારે યોજાવાની છે.
નોંધનીય છે કે, કોરોના સંકટને કારણે ૧૮ જૂને, ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રા યોજવા અને સંબંધિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી. આ યાત્રા ૨૩ જૂનના રોજ યોજાવાની હતી જેમાં ૧૦ લાખથી વધુ લોકોના એકઠા થવાની ધારણા હતી. આ પ્રોગ્રામ લગભગ ૧૦ દિવસ ચાલે છે. સુપ્રીમ કોર્ટે કÌšં કે આદેશ લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ભુવનેશ્વરના એનજીઓ ઓડિશા વિકાસ પરિષદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવામાં આવ્યું હતું કે આ રથયાત્રા યોજાવાથી કોરોના ફેલવાનો ભય વધારે છે. અરજીકર્તાઓનો તર્ક હતો કે જા દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી શકાય છે તો રથ યાત્રા પર કેમ નહીં. ઓડિશા સરકારે ૩૦ જૂન સુધી દરેક ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવી છે. એવામાં મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ વગર રથયાત્રા નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts