fbpx
રાષ્ટ્રીય

ભારત સામે ઝૂક્યુ ચીનઃ લદ્દાખમાં સેના હટાવવા તૈયાર

ભારત અને ચીન લદ્દાખમાં ચાલી રહેલા તણાવમાં સોમવારમાં થોડોક ઘટાડો થતા જાવા મળ્યો. ગઇકાલે થયેલી બંને દેશોનાં જનરલો વચ્ચેની વાતચીત દરમિયાન ડ્રેગન પૂર્વ લદ્દાખનાં તણાવવાળા વિસ્તારથી પોતાના સૈનિકોને હટાવવા પર સહમત થયું છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીની સેનાની સાથે સંઘર્ષમાં ભારતનાં ૨૦ જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનનાં ૪૦ જવાનો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ચુક્્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દરમિયાન ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે ન્છઝ્રમાં જેવી સ્થિતિ ૫ મે પહેલા હતી તેવી જ હોવી જાઇએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદમાં પાછું ફરે. બંને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનનાં લેફ્ટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને દેશોએ આ અવરોધ દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતુ.
જા કે ૧૫ જૂનનાં થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બંને પક્ષોએ ૩,૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી ઘણી ઝડપી કરી દીધી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે લાઇન આૅફ એક્ચુઅલ કંટ્રોલ (ન્છઝ્ર) પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સોમવારનાં લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી.
ભારતીય પક્ષનું નેતૃત્વ ૧૪મી કોરનાં કમાન્ડર લેફ્નટન્ટ જનરલ હરિંદર સિંહે કરી જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રીક્ટનાં કમાન્ડરે કર્યું હતુ. ન્છઝ્રની બીજી તરફ ચીનનાં માલ્ડો વિસ્તારમાં બંને સેનાઓનાં અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. આ બેઠક લગભગ ૧૨ કલાક બાદ ખત્મ થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોમવારનાં થયેલી કોર કમાન્ડરની બેઠક સકારાત્મક માહોલમાં થઈ.
૧૫ જૂનની રાત્રે ન્છઝ્ર પર ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. ઉપરાંત મળતી માહિતી અનુસાર ચીનનાં પણ ૪૩થી વધુ સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં. પરંતુ ચીને હજુ સુધી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા નથી આપી.

Follow Me:

Related Posts