fbpx
રાષ્ટ્રીય

કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં અધધ..૧૮૫૫૨ કેસ,૩૮૪ના મોત

૧ જુલાઇથી અનલોક-૨માં વધુ છૂટછાટ આપવાની શક્યતા વચ્ચે કોરોના મહામારીએ જાણે કે ભારતમાં અડિંગો જમાવ્યો હોય તેમ એક જ દિવસમાં ૧૮ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. અને વધુ ૩૮૪ લોકોના મોત થયા હતા. આજે શનિવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં આંકડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ હજાર ૫૫૨ કેસ સામે આવ્યા હતા અને વધુ. ૩૮૪ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫,૦૯,૯૫૩ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૯૭ હજાર ૩૮૭ એક્ટિવ કેસ છે. ૨ લાખ ૯૫ હજાર ૮૮૧ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.જ્યારે મોતનો કુલ આંકડો ૧૫ હજાર ૬૮૫ પર પહોંચ્યો છે. જા સંક્રમણના કેસ આ જ ઝડપથી વધશે તો આગામી સપ્તાહમાં ભારત વિશ્વમાં ત્રીજા સૌથી વધુ સંક્રમિત દેશ બનશે.રોજના જે રીતે કેસો આવી રહ્યાં છે તે જાતાં આવતીકાલે રવિવારના આંકડા સાથે કુલ સંખ્યા સવા પાંચ લાખને પાર થઇ જશે. બીજી તરફ, કોરોનાના જાખમને જાતાં ઝારખંડ સરકારે લોકડાઉન ૩૧ જૂલાઈ સુધી વધારી દીધું છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ લોકડાઉન- ૫માં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કાળો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
જ્યારે, ઈÂન્ડયન કાઉÂન્સલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખ ૨૦ હજાર ૪૭૯ ટેસ્ટ કરાયા છે. સાથે જ ૨૬ જૂન સુધી દેશમાં ૭૯ લાખ ૯૬ હજાર ૭૦૭ લોકોના ટેસ્ટ કરાયા છે.
દરમ્યાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ટ્‌વટ કરીને જણાવ્યું કે, રાજધાનીમાં શનિવારે રેકોર્ડબ્રેક સમાન ૨૧ હજાર ૧૪૪ ટેસ્ટ કરાયા છે. જે એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. તેમણે જણાવ્યું કે, અમે ચાર ગણા ટેસ્ટ વધારી રહ્યા છીએ. દિલ્હીમાં હવે ઝડપથી ટેસ્ટીંગ કરાશે અને વધારેમાં વધારે લોકોને આઈસોલેશનમાં રખાશે.
સૂત્રોએ  કે, . ચિંતાજનક બાબત એ પણ છે કે દેશમાં સૌથી વધારે ૧ લાખ ૫૨ હજારથી વધુ કેસ ઔદ્યોગિકક્ષેંત્રે નંબર વન એવા મહારાષ્ટÙમાં જ છે અહીંયા ૭ હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા દિલ્હીમાં ૭૭ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અહીંયા ૨,૪૯૨ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. શુક્રવારે સતત બીજા દિવસે ૧૮ હજારથી વધુ કેસ વધ્યા હતા અને ૧૦ હજાર ૨૪૬ દર્દી સાજા પણ થયા હતા.
બીજી બાજુ અનલોક-૧ એટલે કે જૂન મહિનામાં ૩ લાખથી વધુ દર્દી વધ્યા છે. એક જૂને ૧ લાખ ૯૮ હજાર ૩૭૧ દર્દી હતા. એટલે ક જૂનના ૨૬ દિવસોમાં ૩ લાખ ૧૧ હજાર ૦૯૫ દર્દી વધ્યા અને સંક્રમિતોનો આંકડો પાંચ લાખથી વધુ થઈ ગયો હતો. સારી બાબત એ પણ છે કે ભારતમાં રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન રિકવરી રેટમાં પણ ૧૬%નો વધારો થયો છે અને અત્યાર સુધી ૫૮.૨૬%એ પહોંચી ગયો છે.
૧ જૂને જ્યારે અનલોક-૧ શરૂ થયું ત્યારે એક્ટિ વ કેસ ૯૧ હજાર ૮૧૯ હતા, તો રિકવર કેસની સંખ્યા ૮૭ હજાર ૬૯૨ હતી. એ વખતે બન્ને વચ્ચે અંતર ૪૧૨૭ હતું. ૨૬ જૂને એક્ટિવ કેસ ૧ લાખ ૯૭ હજાર ૭૮૪ અને રિકવર કેસ ૨ લાખ ૯૫ હજાર ૯૧૭ થઈ ગયા હતા. બન્ને વચ્ચે અંતર વધીને ૧ લાખ ૩૨૧ થઈ ગયું હતું. લોકડાઉન અને અનલોક-૧ની સરખામણી કરવામાં આવે તો સૌથી વધારે ૧ લાખ ૩૨૧ દર્દી જૂનમાં સાજા થયા છે. એટલે કે એક્ટિવ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચે પણ ગેપ વધી છે.
મહારાષ્ટÙમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધારે ૫૦૨૪ સંક્રમિત દર્દીઓ મળ્યા અને ૧૭૫ લોકોના મોત થયા હતા. મુંબઈમાં ૧૨૯૭ કેસ વધ્યા હતા, અહીંયા હવે ૭૨ હજાર ૨૮૭ દર્દી થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૫૨ હજાર ૭૬૫ થઈ ગઈ છે, જેમાંથી ૬૫ હજાર ૮૨૯ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૭૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.
મધ્યપ્રદેશમાં શુક્રવારે ૨૦૩ નવા દર્દી સામે આવ્યા અને ૪ લોકોના મોત થયા હતા. ભોપાલમાં ૩૧ ઈન્દોર અને મુરૈનામાં ૩૬-૩૬ પોઝિટિવ કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૨ હજાર ૭૯૮ થઈ ગઈ છે, જેમાંથી ૨૪૪૮ એ. કોરોનાથી અત્યાર સુધી ૫૪૬ લોકોના મોત થયા છે.
છેલ્લા ૬ દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪ લાખથી વધી ૫ લાખ થઈ છે. ૨૦ જૂનના રોજ સંક્રમિતોની સંખ્યા ૪ લાખને પાર થઈ ગઈ હતી. દેશમાં ૩૦ જાન્યુઆરીના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદના ૧૧૦ દિવસ એટલે કે ૧૦ મેના રોજ સંખ્યા એક લાખ થઈ હતી. ત્યારબાદ સંક્રમણની ઝડપમાં વેગ આપ્યો અને ફક્ત ૧૫ દિવસમાં આંકડો ૨ લાખને પાર થઈ ગયો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા ૨ લાખથી વધી ૩ લાખ થવામાં ૧૦ દિવસ લાગ્યા. જ્યારે ૩થી ૪ લાખ કેસ થવામાં ૮ દિવસ અને પછી ૪ લાખથી ૫ લાખ કેસ થવામાં ફક્ત ૬ દિવસનો સમય લાગ્યો છે. તેનો અર્થ એવો થાય છે કે હવે દેશમાં ૬ દિવસે એક લાખ નવા કેસ આવી રહ્યા છે. જા આ પ્રકારની ઝડપ રહેશો તો આગામી

Follow Me:

Related Posts