fbpx
રાષ્ટ્રીય

તમિલનાડુના નેવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૬ લોકોનાં મોત, ૧૭ ઘાયલ

તમિલનાડુનાં નેવેલીમાં નેવેલી લિગ્નાઇટ કાર્પોરેશનમાં બાયલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે ફાયર બ્રિગેડ ટીમ છે જે સ્થતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ Âસ્થતિનો તાગ લેવા માટે કુડ્ડાલોર જિલ્લા વહિવટી તંત્રની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી બ્લાસ્ટ થવાનું કારણ સામે આવ્યું નથી. શરૂઆતનાં રિપોર્ટ પ્રમાણે બાયલર બ્લાસ્ટનાં કારણે ૫ લોકોનાં મોત અને ૧૭ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આવો જ બલાસ્ટ ૭ મેનાં થયો હતો જેમાં ૫ લોકોનાં મોત થયા હતા. ૭ મેનાં નેવેલી પાવર પ્લાન્ટમાં બાયલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ ૮૪ મીટર ઊંચાઈવાળા બાયલરમાં થયો હતો. તે સમયે કર્મચારી અને ટેક્નશિયન ૩૨ મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઈએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ૫ લોકોનાં મોત થયા હતા.
આ અકસ્માત બાદ કંપનીએ  હતુ કે એનએલસીએ ઘટનાની તપાસ માટે ૬ સભ્યોની કમિટિ બનાવી છે, જેની આગેવાની જનરલ મેનેજર કરી રહ્યા છે. કમિટી આખી ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવશે. મેની ઘટનાનાં એક મહિના બાદ ફરીથી બાયલર બ્લાસ્ટ થયો છે.
હજુ બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. આ વિસ્ફોટ કુડ્ડાડોરમાં નેયવેલી લિગ્નાઇટ કાર્પોરેશનનાં એક બાયલરમાં થયો છે. વિસ્ફોટ બાદ બચાવ અભિયાન ચાલી  છે. સાથે જ કુડ્ડાલોર ફાયર બ્રિગેડ પણ બચાવ અભિયાન માટે ઘટનાસ્થળે છે. કુડ્ડાડોર ચેન્નાઈથી ૧૮૦ કિમી દૂર છે. ૭ યૂનિટમાં ૧,૪૭૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.
૭ મે એ નેવેલી પાવર પ્લાન્ટરમાં બાયલર બ્લાસ્ટ થયો હતો. ઘટના ૮૪ મીટર ઊંચાઈવાળા બાયલરમાં થયો હતો. તે સમયે કર્મચારી અને ટેકનિશિયન ૩૨ મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઈએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં ૫ લોકોના મોત થઈ ગયા હતા.

Follow Me:

Related Posts