fbpx
રાષ્ટ્રીય

ગલવાન ઘાટી અમારી, લદ્દાખ અમારા માન સન્માનનું પ્રતિકઃ મોદી

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ગલવાન ખીણ વિસ્તારમાં ૧૫ જૂનની હિંસક અથડામણના પગલે બે દેશો વચ્ચે ચાલી રહેલી ભારે તણાવભરી ગંભીર સ્થતિમાં ભારતના બહાદૂર જવાનોના જામ અને જુસ્સાને વધારવા અને શહિદ થયેલા ૨૦ જવાનોની શહાદતના સંદર્ભમાં તથા ભારત સરકાર આ મુદ્દે સહેજ પણ નરમાશમાં કે હળવાશમાં નથી એવો કડક સંદેશો બૈજિંગ(ચીન)ને આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અચાનક લેહ-લદ્દાખની મુલાકાત લઇને સૌને આશ્ચ્રર્યચકિત કર્યા હતા. ૧૫ જૂનની અથડામણના ૧૮મા દિવસે મોદીએ ૧૧ હજાર ફૂટની ઉંચાઇએ આવેલા લદ્દાખના ફોરવર્ડ લોકેશન નિમુમાં સૈન્ય, આઇટીબીપી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થતિની જાતે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સૈન્યવડા નરવણે વગેરે . પણ આ પ્રસંગે તેમની સાથે હાજર રહ્યાં હતા. સીમાએ સ્થત જવાનોમાં અનેરો જામ અને જુસ્સો જગાવવા અને સમગ્ર ભારત તેમની સાથે છે એવો તાર્કિક સંદેશો આપવાની સૈન્ય અને મનોવૈજ્ઞાનિક રણનીતિના ભાગરૂપે પણ મોદીના પગલાની સરાહના થઇ રહી છે. પીએમ જ્યાં પહોંચ્યા છે તે સ્થળ ૧૧,૦૦૦ ફુટની ઉંચાઈ પર .અને ઝંકસાર રેન્જથી ધેરાયેલું છે, અહીં સિંધુ નદી વહે છે. મોદીની આ મુલાકાતની ચીન પર ધારી અસર થઇ હોય તેમ ચીને ત્યારબાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે સમાધાનકારી ઉકેલ માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે તણાવ વધારતાં પગલા ટાળવા જાઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન આજે લેહમાં જવાનોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં એક તરફ પીએમ મોદીએ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો, તો બીજી તરફ તેમણે ચીનને જારદાર સંભળાવ્યું. પીએમ મોદીએ  કે ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો પરચો આપ્યો છે. લદ્દાખમાં ચીની હરકતો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ  કે વિસ્તારવાદનો જમાનો જતો રહ્યો છે, વિકાસવાદનો સમય છે. પીએમ મોદીએ ચીનને ચેતવ્યું કે આવી શક્તઓ નાશ પામે છે.
વડાપ્રધાન મોદીએ ચીનને ખરુંખરું સંભળાવતા કે, “વિસ્તારવાદનો યુગ ખત્મ થઈ ગયો છે અને વિકાસવાદનો યુગ છે. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે અવસર છે એ જ વિકાસનો આધાર છે. ગત સદીમાં વિસ્તારવાદે માનવજાતિનો વિનાશ કર્યો. કોઈ પર વિસ્તારવાદની જીદ સવાર હોય તો હંમેશા તે વિશ્વ શાંતિ માટે ખતરો છે.” પીએમ મોદીએ  કે, “ઇતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ થઈ જાય છે.” ઉલ્લેખનીય છે કે ચીન સમય-સમયે લદ્દાખ, અરૂણચાલનાં વિસ્તારો પર પોતાનો દાવો કરતુ રહે છે. એટલું જ નહીં હાલમાં રશિયા અને ભૂટાનની જમીન પર પણ તેણે પોતાનો દાવો કર્યો હતો.
જવાનો સાથે વાત કરતા પીએમ મોદીએ  કે, “આપણે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પૂજા કરીએ છીએ. તો સુદર્શનચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.” પીએમ મોદીએ  કે, “જ્યારે જ્યારે રાષ્ટ રક્ષાનાં નિર્ણયો પર વિચારું છું ત્યારે સૌથી પહેલા બે માતાઓને યાદ કરું છું. સૌથી પહેલા આપણી ભારત માતા, બીજી આપણી વીર માતાઓ જેમણે સૈનિકોને જન્મ આપ્યો છે.” ત્યારબાદ પીએમ મોદીએ  કે, “જવાનોનાં સુરક્ષા ઉપકરણો અને હથિયારોની દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.” પીએમ મોદીએ  કે, “અમે સશસ્ત્રદળોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ.”
વડાપ્રધાન મોદીએ જવાનોનો ઉત્સાહ વધારતા  કે, તેમની ભુજાઓ પથ્થરો જેવી છે. ત્યારબાદ પીએમ મોદી બોલ્યા

Follow Me:

Related Posts