fbpx
રાષ્ટ્રીય

યુપીના કાનુપરમાં પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગઃ ૮ પોલીસ જવાન શહીદ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યે હિસ્ટ્રી શીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર દૂબેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્કલ ઓફિસર અને ૩ સબ ઇન્સપેક્ટર સહિત ૮ પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે ૭ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે બિઠૂરના એક ગામમાં પોલીસ વિકાસ દૂબેને પકડવા ગઇ ત્યારે છત પરથી તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર પોલીસના હથિયારો પણ લૂંટીને જતા રહ્યાં હોવાના અહેવાલ છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છેકે, આ અથડામણ બાદ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં વિકાસ દૂબેના ત્રણ સાગરીતો ઠાર મરાયા છે.
આ અથડામણમાં બિલ્હૌરના સીઓ દેવેન્દ્ર મિશ્ર, શિવરાજ પુરના એસઓ મહેશ યાદવ, ૨ સબ ઈન્સ્પેક્ટર અને ૪ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. આ સિવાય ૭ અન્ય પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
ઉત્તર પ્રદેશના ડીજીપી એચ સી અવસ્થીએ જણાવ્યું કે, વિકાસ દૂબે વિરુદ્ધ થોડા દિવસો પહેલા હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિકાસ દૂબેની ધરપકડ કરવા ગઈ હતી. જેવો પોલીસ કાફલો ગામની બહાર પહોંચ્યો, ત્યાં જેસીબી લગાવી દેવામાં આવી. જેના કારણે પોલીસની ગાડી ગામની અંદર ના જઈ શકે.
આખરી પોલીસ કર્મચારીઓ ગાડીમાં ઉતર્યા હતા. આ દરમિયાન રાહ જાઈને બેઠેલા બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધુ. પોલીસ તરફથી પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જા કે અપરાધીઓ ઊંચાઈ પર હતા. જેના કારણે પોલીસ કર્મચારીઓને ગોળી વાગવાથી ૮ જવાનો શહીદ થઈ ગયા છે.
હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ સાથે જ ફોરેન્સક વિભાગની ટીમ અને જી્‌હ્લની એક ટીમને પણ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, વિકાસ દૂબે એજ ગુનેગાર છે, જેણે ૨૦૦૧માં રાજનાથ સિંહની સરકારમાં મંત્રીનો દરજ્જો ધરાવતા સંતોષ શુક્લાની પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હત્યા કરી હતી. વિકાસ વિરુદ્ધ ૬૦ અલગ-અલગ કેસ નોંધાયેલા છે. પોલીસ અહીં હત્યાના પ્રયત્નના એક કેસમાં વિકાસ દૂબેને ઝડપવા માટે ગઈ હતી.
પોલીસ ટીમ જ્યારે આ હિસ્ટ્રીશીટરનાં ત્યાં પહોંચી તો દુબેની ગેંગનાં લોકો પહેલાથી જ ઘાટ ઘડીને બેઠા હતા. પોલીસ પોતાની કાર્યવાહી કરે તે પહેલા જ બદમાશોએ તેમના પર ગોળીઓ વરસાવી. ગૈંગનાં સભ્યોએ પોલીસને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પોલીસને આવા હુમલાની આશા નહોતી. કહેવામાં આવી  છે કે વિકાસ દુબે અહીંથી ફરાર થઈ ગયો છે. પોલીસે રાજ્યની તમામ બાર્ડર સીલ કરી દીધી છે.

Follow Me:

Related Posts