fbpx
રાષ્ટ્રીય

લદ્દાખવાસીઓ ચીની ઘૂસણખોરીને લઈ એલર્ટ રહે, તેમની અવગણના મોંઘી પડશેઃ રાહુલ ગાંધી

ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની આ મુલાકાત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી મામલે તેના વિરૂદ્ધ પગલા લેવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભક્ત લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના અવાજની અવગણના ન કરવી જાઈએ અને સરકારે તેમની વાત સાંભળવી જાઈએ.
રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્‌વટ કરી હતી જેમાં કેટલાક લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરીની વાત કરતા સંભળાય છે. આ વીડિયોમાં ચીનની ઘૂસણખોરી અને તેમની ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેટલાક ફોટો પણ દર્શાવ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘દેશભક્ત લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ બૂમો પાડી પાડીને ચેતવણી આપી રહ્યા છે. તેમની ચેતવણીને નજરઅંદાજ કરવી ભારતને મોંઘી પડી શકે છે. મહેરબાની કરીને ભારત માટે થઈ તેમને સાંભળો.’
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ચીનના કથિત આક્રમણને લઈ રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે પણ લદ્દાખવાસીઓ ચીને આપણી જમીન છીનવી લીધી તેમ કહે છે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન કહે છે કે કોઈએ આપણી જમીન નથી લીધી પરંતુ સ્પષ્ટ રીતે કોઈ ખોટું બોલી  છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં કેટલાક લોકો ચીની સૈનિકો આપણા ક્ષેત્રમાં ઘૂસી ગયા હોવાનું જણાવે છે. વીડિયોમાં એક વ્યક્ત ચીની સૈનિકો ગાલવાન ક્ષેત્રમાં ૧૫ કિમી અંદર ઘૂસી આવ્યા હોવાનું કહેતી સંભળાય છે. તેઓ આપણી જમીન પર ચીનનો કબજા વધી રહ્યો હોવાનું કહેતા પણ સંભળાય છે.

Follow Me:

Related Posts