fbpx
રાષ્ટ્રીય

ભારત વૈશ્વિક ક્ષેત્રે વૈકલ્પિક ઉર્જાનું સૌથી આકર્ષક બજાર છે મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્યપ્રદેશના રિવા સ્થિત સૌથી મોટા સૌર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી શરૂઆત કરી છે. મોદીએ તેમના સંબોધનમાં  આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. રીવાનો સોલર પ્લાન્ટ આ સમગ્ર ક્ષેત્રને ઉર્જાનું કેન્દ્ર બનાવશે. તેનાથી એમપીના લોકોને પણ લાભ થશે અને દિલ્હીમાં મેટ્રોને પણ વીજળી મળશે.
વડાપ્રધાન મોદીએ  હવે રીવાવાળા કહેશે કે દિલ્હીની મેટ્રો અમારું રીવા ચલાવે છે. તેનો લાભ મધ્યપ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. આજે ભારત સૌર ઉર્જાના મામલામાં ટોપના દેશોમાં સામેલ છે. પીએમએ  કે વીજળીની જરૂરિયાતના હિસાબથી સૌર ઉર્જા મહત્વની છે. સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કે આત્મનિર્ભરના વિષયમાં ઈકોનોમિ એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ બાબતે મંથન ચાલુ છે કે અર્થવ્યવસ્થાનું વિચારવામાં આવે કે પર્યાવરણનું, જાેકે ભારતે બતાવ્યું છે કે બંનેને એક સાથે કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોરોના સંકટ દરમિયાન ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે અને સરકારે તેને ખરીદી છે. થોડા સમયમાં મધ્યપ્રદેશના ખેડૂતો વીજળી પેદા કરવાનો રેકોર્ડ પણ તોડશે. હવે આપણે દેશમાં જ સોલર પ્લાન્ટ્‌સ સાથે જાેડાયેલો સામાન પણ બનાવીશું. આત્મનિર્ભર ભારત અંતર્ગત આયાત પરની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને અહીં જ તેનું ઉત્પાદન કરવા પર ભાર મૂકાશે. હવે સરકારનો કોઈ પણ વિભાગ જાે કોઈ સોલર પ્લાન્ટ સાથે જાેડાયેલો સામાન લે છે તો તેઓ મેક ઈન્ડિયાનો જ સામાન ખરીદશે.
સંબોધનમાં મોદીએ  અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, એલપીજી આપવું, એલઈડી આપવું, સૌર ઉર્જા સહિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમએ  કે છેલ્લા ૬ વર્ષમાં સરકારે ૩૬ કરોડ એલઈડી બલ્બ વહેંચયા છે, ૧ કરોડથી વધુ બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લગાવવામાં આવ્યા છે. અમારી સરકારે એલઈડીની કિંમતને દસ ગણ ઘટાડી દીધી છે. પીએમએ  કે તેનાથી ૬૦૦ અબજ યુનિટ વીજળીની બચત થઈ રહી છે, દર વર્ષે લોકોને વીજળીનું બિલ ઓછું આવી  છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ૨૦૧૪ પહેલા સોલર પાવરની કિંમત વધુ હતું, જાેકે હવે કિંમત ઘણી ઘટી ગઈ છે. ભારત હવે ક્લીન એનર્જીનું સૌથી શાનદાર માર્કેટ બની ગયું છે. આ ક્ષેત્રમાં હવે ભારત મોડલ બની  છે. હવે એક સામાન્ય માણસના ઘરની છતથી લઈને બગીચા સુધી વીજળીનું સર્જન થઈ  છે. તેની સાથે જ અન્નદાતાને ઉર્જાદાતા બનાવાઈ રહ્યાં છે. જે જમીન પર ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી થતી હતી ત્યાં તેઓ હવે પ્લાન્ટ લગાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts