fbpx
રાષ્ટ્રીય

લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ ચીની સેના પાછળ હટી

ચીન અને ભારત વચ્ચે થયેલી સમજૂતિ બાદ લદ્દાખ મોરચે તનાવ ઓછો થવાના ભણકારા વાગી રહ્યા છે. હવે ચીની સેનાએ પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ પોતાના સાધન સરંજામ સાથે જવાનોને પાછા હટાવવાનુ શરુ કર્યુ છે.પેંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાંથી ચીની સેનાના જવાનો પોતાની બોટ, ગાડીઓ અને બુલડોઝરો હટાવી લીધી છે અને સૈનિકો પણ પાછળ જતા રહ્યા છે.
આ પહેલા ચીની સેના પહેલા ગલવાન ખીણમાં પેટ્રોલિંગ પોઈન્ટ ૧૪થી પાછળ હટી હતી.આ એજ જગ્યાએ છે જ્યાં બંને સેનાના જવાનો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી.એ પછી પોઈન્ટ ૧૫ અને ૧૭ એ પરથી પણ ચીનના સૈનિકો પાછા હટ્યા હતા.હવે પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ ચીનની પાછા જવાની ખબર છે.
પેંગોંગ લેકના ફિંગર ચાર થી આઠ સુધીના વિસ્તારમાં ચીની સેનાએ કબજાે જમાવી લીધા બાદ ભારતના સૈનિકોને પેટ્રોલિંગ માટે આગળ જવા દેવાનો ચીનના સૈનિકોએ ઈનકાર કરી દીધો હતો.આ જ જગ્યાએથી ભારત અને ચીન વચ્ચેના તનાવની શરુઆત થઈ હતી.
સૂત્રોનુ કહેવુ છે કે, ફિંગર ચાર અને આસપાસનો વિસ્તાર કેટલાક સમય માટેનો પેટ્રોલિંગ ઝોન રહેશે. બંને દેશની સેનાઓ વચ્ચે એક બફર ઝોન બનાવવામાં આવી રહ્યો છે

Follow Me:

Related Posts