fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક અને બંગાળે હવે લોકડાઉન નહીં લંબાવવા કરી જાહેરાત

કોરોના વાયરસની ચેઇન તોડવા દેશના કેટલાક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતું નથી. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજના ૩૪,૦૦૦થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોએ લોકડાઉન નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે.
કર્ણાટકમાં બેંગલુરુમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેની અવધિ બુધવારે સવારે પાંચ વાગે પૂરી થશે. સીએમ યેદિયુરપ્પા અને તેમના સહયોગી મંત્રી સતત કહેતા આવ્યા છે કે રાજ્યમાં ૨૨ જુલાઈ બાદ લોકડાઉન નહીં વધારવામાં આવે. બેંગલુરુના કમિશ્નરે પણ  છે કે શહેરમાં લોકડાઉન નહીં લંબાવાય. સોમવારે મુખ્યમંત્રીએ બેંગલુરુમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી હતી, જાેકે આ બેઠક દરમિયાન બેંગલુરુમાં લોકડાઉનની કોઈ ચર્ચા નહોતી કરવામાં આવી.
જ્યારે, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન કોરોના ક્રાઇસિસનું સોલ્યુશન ન હોવાનું સરકારને પણ લાગે છે. તેથી રાજ્ય સરકારે લોકડાઉન નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. ચીફ સેક્રેટરી રાજીવ સિન્હાએ નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાં લોકડાઉન નાંખવાનો કોઈ પ્લાન નથી પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે

Follow Me:

Related Posts