fbpx
રાષ્ટ્રીય

માત્ર પોતાની ઈમેજ બિલ્ડિંગમાં કરવામાં લાગ્યા છે વડાપ્રધાન મોદીઃ રાહુલ ગાંધી

મોદી પાસે ચીન મુદ્દે કોઈ રૂપરેખા નથી માત્ર પોતાની ઈમેજ બિલ્ડિંગમાં કરવામાં લાગ્યા છે વડાપ્રધાન મોદીઃ રાહુલ ગાંધીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી હાલના દિવસોમાં મોદી સરકારની નીતિઓ પર સતત સવાલ ઉઠાવી રહ્યાં છે. રાહુલ ગાંધી એક વીડિયો સિરીઝ “સત્યની સફરઃ રાહુલ ગાંધીની સાથે શ્રેણીનો ત્રીજાે વીડિયો આજે રજૂ કર્યો છે. જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન પાસે ચીનની સમસ્યા ઉકેલવા માટેનું કોઈ સમાધાન જ નથી. ઁસ્ મોદીનું સંપૂર્ણ ફોક્સ પોતાની ઈમેજ બિલ્ડિંગમાં છે. તમામ સંસ્થાઓ પણ આજ કામમાં જાેતરાઈ ગઈ છે. જેના કારણે રાષ્ટ્રહિત સાધી ના શકાય. જાે ચીને આપણી નબળાઈ જાણી લીધી, તો પછી ગરબડ થઈ શકે છે.
ચીન સાથે સામનો કરવા સંદર્ભે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “સૌથી પહેલી વાત તો એ છે કે, તમે કોઈ દ્રષ્ટિકોણ વિના ચીનનો સામનો નહીં કરી શકો. હું માત્ર રાષ્ટ્રીય દ્રષ્ટિકોણની જ વાત નથી કરતો, મારો અર્થ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ છે. ભારતે હવે વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવો જ પડશે.
હું ઘણો ચિંતિત છું, કારણ કે એક મોટા અવસરને ગુમાવવામાં આવી રહ્યો છે. આપણે દૂરનું નથી વિચારી રહ્યા અને આંતરિક સમતુલન ખોઈ રહ્યાં છીએ. આપણે અંદરોઅંદર લડી રહ્યાં છીએ. રાજનીતિમાં જ જાેઈ લો, આખો દિવસ ભારતીયો અંદરોઅંદર લડી રહ્યાં છે.
રાહુલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મારા વિરોધી છે અને મારી જવાબદારી છે કે હું તેમને પ્રશ્ન પૂછુ અને દબાણ લાવું. જેથી તેઓ કામ કરે. હું દાવા સાથે કહી શકું છે કે, દ્રષ્ટિકોણ ના હોવાના કારણે જ ચીન આપણી જમીન પર ઘુસણખોરી કરી  છે.

Follow Me:

Related Posts