fbpx
રાષ્ટ્રીય

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની ૭મી ઑગસ્ટે પસંદગી

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની ૭મી ઑગસ્ટે પસંદગી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરની પસંદગી ૭મી ઑગસ્ટે કરાશે અગાઉ આ હોદ્દા માટે ઇન્ટરવ્યુ ૨૩મી જુલાઇએ રાખવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કારણોસર મુલતવી રાખવામાં આવશે. વરિષ્ઠ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્ર્‌વનાથે કાર્યકારી કાળના ત્રણ મહિના પહેલા જ આ પદ છોડી દીધું હતું.
ફાઇનાન્સ સેક્ટર રેગ્યુલેટરી એપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી એ વીડીયો કોન્ફરન્સ દ્વારા નામોની સૂચિ રજૂ કરી હતી. જેમાં પસંદ કરાયેલું નામ વડા પ્રધાનની આગેવાની હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિને અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. કેબિનેટ સચિવ ઉપરાંત ફાઇનાન્સ સેક્ટર રેગ્યુલેટરી એપોઇન્ટમેન્ટ સર્ચ કમિટના અન્ય સભ્યોમાં પણ આરબીઆઇ ગવર્નર, નાણાકીય સેવાઓ સચિવ અને બે સ્વતંત્ર સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરની જગ્યા ખાલી છે. તે મધ્યવર્તી બેંકના આંતરિક ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.

Follow Me:

Related Posts