fbpx
રાષ્ટ્રીય

પ્લાઝમા થેરાપીથી મૃત્યુ રેટમાં ખાસ ફરક પડતો નથીઃ એમ્સનો ચોંકાવનારો દાવા

પ્લાઝમા થેરાપીથી મૃત્યુ રેટમાં ખાસ ફરક પડતો નથીઃ એમ્સનો ચોંકાવનારો દાવા

અમેરિકા, ચીન સહિતના દેશો બાદ હવે AIMMS નું પણ કહેવું છે કે પ્લાઝમા થેરાપીથી ડેથ રેટમાં ખાસ ફરક પડતો નથી. AIMMS એ પોતાના સેન્ટરમાં ૩૦ દર્દીઓ પર એક અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો છે AIMMS ના ડાૅકટરનું કહેવું છે કે હાઇપોક્સિયાથી પીડિત કોરોના દર્દી માટે ઓક્સિજન કોઇ દવાથી કમ નથી. સમય પર ઓક્સિજન દર્દીઓના જીવ બચાવામાં મદદગાર છે.

કોરોનાની સારવારમાં સમગ્ર વિશ્વમાં ટ્રાયલ સ્તરે પ્લાઝ્‌મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દેશના ઘણા કેન્દ્રોમાં પણ થઈ રહ્યો છે. દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને આ ઉપચાર આપવામાં આવે છે. જાેકે, તે હજી પણ ટ્રાયલ સ્તરે છે.  કહે છે કે કોરોનાની સારવારમાં પ્લાઝ્‌મા થેરાપી ચમત્કારિક ઉપચાર નથી. તે કોરોનાથી પીડિત દર્દીઓના મૃત્યુ દરમાં ઘટાડો કરવામાં સક્ષમ હોવાનું જાણવા મળ્યું નથી. તેમ છતાં પણ AIMMS એ આ ઉપચારને સંપૂર્ણપણે નકારી નથી, AIMMS  ડોકટરો કહે છે કે કોરોનાના મોડરેટ પેશેન્ટ્‌સને થેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ગંભીર દર્દીઓમાં તેનો કોઈ ફાયદો નથી.
ઘણા કોવિડ દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાેવા મળે છે. જેને મેડિકલી હાઈપોક્સિયા કહેવાય છે. ના ડાૅક્ટર કહે છે કે આવા દર્દીઓમાં વધુ ગંભીર લક્ષણો ન હોવા છતાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ અચાનક ઘટી જાય છે. આવા દર્દીઓના જીવ બચાવવામાં ઓક્સિજન ટ્રીટમેન્ટ ખૂબ મદદરૂપ થાય છે. તેથી જ ડોકટરો કોરોનાની સારવારમાં ઓક્સિજનને દવાનું નામ આપી રહ્યા છે. કારણ કે ઘણા દર્દીઓએ પ્લાઝ્‌મા થેરાપી પછી પણ લાંબા સમય સુધી ઓક્સિજન સપોર્ટ આપવો પડે છે.
ના ડિરેક્ટર ડાૅ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, ટ્રોમા સેન્ટરમાં ૩૦ દર્દીઓ પર પ્લાઝ્‌મા થેરાપી કરવામાં આવી હતી. આ ટ્રાયલમાં એક ગ્રુપના દર્દીઓને પ્લાઝ્‌મા થેરાપી આપવામાં આવી હતી અને બીજા ગ્રુપની સામાન્ય સારવાર કરવામાં આવી હતી. આ ટ્રાયલમાં એવું જાેવા મળ્યું છે કે બંને વર્ગના દર્દીઓના મૃત્યુ દરમાં કોઈ તફાવત જાેવા મળ્યો નથી. આ ટ્રાયલ પછી જ એવું કહેવામાં આવ્યું છે કે પ્લાઝ્‌મા થેરાપી ચમત્કારિક ઉપચાર જેવું નથી. AIMMS  વિભાગના મેડિસિન વિભાગના ડાૅ. મનીષ સુનેજાના જણાવ્યા અનુસાર દ્વારા દેશભરના અનેક કેન્દ્રોમાં આ થેરાપીનું ટ્રાયલ કરાવ્યું છે, જાેકે, હજી પરિણામો આવ્યા નથી.

Follow Me:

Related Posts