fbpx
રાષ્ટ્રીય

મનોજ સિંહાએ જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો

મનોજ સિંહાએ જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો

બંધારણીય અધિકારોનો ઉપયોગ જનતાની ભલાઈ માટે થવો જાેઈએ

મનોજ સિંહાએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ પદે પદભાર સંભાળ્યો હતો. શપથગ્રહણ બાદ તેમણે  કે, કોઈની સાથે ભેદભાવ નહિ થાય. બંધારણીય અધિકારોનો ઉપયોગ જનતાની ભલાઈ માટે કરવામાં આવશે. વિશ્વાસ આપુ છુ કે લોકોની ફરિયાદ સાંભળવામાં આવશે અને તે બાબતે ઉકેલ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના વિકાસના કામોને આગળ વધારવાનું લક્ષ્યાંક રહેશે.
સિંહાએ વધુમાં  કે, કાશ્મીર ભારતનું સ્વર્ગ છે, મને અહીંયા કામ કરવાનો મોકો મળ્યો છે. ૫ ઓગસ્ટ ખુબજ મહત્વપૂર્ણ તારીખ છે, કેમ કે ઘણા વર્ષો બાદ અલગ રહ્યા બાદ જમ્મુ કાશ્મીર આજ દિવસે મુખ્યધારામાં પરત ફર્યું હતું. અહીંયા ઘણા પ્રોજેક્ટો શરુ થયા છે, હવે તેને આગળ વધારવાની જવાબદારી મારી છે.

Follow Me:

Related Posts