fbpx
રાષ્ટ્રીય

સુશાંત સિંહે લખેલી નોટ શેર કરીને રિયાએ કહ્યું મારી પાસે આટલી પ્રોપર્ટી છે

સુશાંત સિંહે લખેલી નોટ શેર કરીને રિયાએ કહ્યું મારી પાસે આટલી પ્રોપર્ટી છે સુશાંત કેસમાં શુક્રવારે ઈડીએ રિયા ચક્રવર્તીની ૮ કરતાં વધારે કલાકો સુધી પૂછપરછ કરી હતી. હવે રિયાના વકીલ સતીશ માનેશિંદેએ સુશાંતે ‘કૃતજ્ઞતા’ વ્યક્ત કરતાં લખેલી એક નોટ શેર કરી છે. રિયાની નોટબુકમાં સુશાંતે કેટલાક વાક્્યો લખ્યા છે. સુશાંતે નોટમાં કુલ ૭ વાક્્યો લખ્યાં છે. સુશાંતે લખ્યા પ્રમાણે વાત કરીએ તો એ વાક્્યો કંઈક આ પ્રમાણે છે.
હું મારા જીવન માટે કૃતજ્ઞ છું.
લીલૂ મારી જિંદગીમાં છે એનો આભારી છું.
બેબુ મારા જીવનમાં એટલે કૃતજ્ઞ છું.
મારા જીવનમાં સરની હાજરી બદલ આભારી છું.
મારા જીવનમાં મેડમ છે એટલે કૃતજ્ઞ છું.
ફજ મારા જીવનમાં છે એટલે પણ આભારી છું.
મારા જીવનમાં જેટલો પણ પ્રેમ છે તે બધા માટે આભારી છું.
હવે સુશાંતે લખેલી નોટમાંના નામો અંગે સ્પષ્ટતા કરતાં રિયાએ  કે, તેણે લખેલા અક્ષરોમાં લીલૂ શોવિક છે, બેબુ હું છું, સર મારા પિતા છે, મેડમ મારી મમ્મી છે, ફજ કૂતરો છે.” આ સાથે જ ‘છીછોરે’ લખેલી સુશાંતની બોટલની તસવીર પણ શેર કરી છે. આ બે તસવીરો શેર કરીને રિયા ચક્રવર્તીએ દાવો કર્યો છે કે, તેની પાસે સુશાંતની આ બે જ વસ્તુઓ છે. એક તરફ એવી પણ વાતો થઈ રહી છે કે, રિયા દ્વારા શેર કરવામાં આવેલી આ ‘ગ્રેટિટ્યુડ નોટ’માં કોઈ તારીખનો ઉલ્લેખ નથી. મતલબ કે સુશાંતે આ નોટ ક્્યારે લખી હતી તેની કોઈ ચોક્કસ માહિતી નથી. તેમજ આ નોટ સુશાંતની છે કે કેમ એના અંગે પણ હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.

Follow Me:

Related Posts