fbpx
રાષ્ટ્રીય

જહાજ મંત્રાલયે ક્રૂઝ શિપ માટે પોર્ટ ટેરિફના દરોમાં ૬૦ ટકાથી ૭૦ ટકાનો ઘટાડો કર્યો

જહાજ મંત્રાલયે ક્રૂઝ શિપ માટે પોર્ટ ટેરિફના દરોમાં ૬૦ ટકાથી ૭૦ ટકાનો ઘટાડો કર્યો આ નિર્ણયથી ક્રૂઝ ઉદ્યોગ અને સ્થાનિક ક્રૂઝ પ્રવાસનને કોવિડ -૧૯ રોગચાળાને કારણે માઠી આર્થિક અસરમાંથી બહાર આવવા માટે ટેકો મળશેઃ  મનસુખ માંડવિયા … જહાજ મંત્રાલયે નદીઓ અને ભારતની દરિયાઈ સરહદોના પાણી પર તરતી ક્રૂઝ શિપ માટે ટેરિફના દરો તર્કબદ્ધ કર્યા છે . આ દરમાં છૂટછાટથી સીધી અસર પોર્ટ ચાર્જમાં ૬૦ થી ૭૦ ટકાનો ઘટાડો થશે , જેનાથી ભારતમાં ક્રૂઝ ઉદ્યોગને નોંધપાત્ર રાહત મળશે , જે સરકારની કોવિડ- ૧૯ રોગચાળાની સ્થિતિમાં અર્થતંત્રને ટેકો આપવાની નીતિને સુસંગત છે . ક્રૂઝ જહાજો માટે તર્કબદ્ધ ટેરિફ દરો નીચે મુજબ છે : ૧ ) ક્રૂઝ શિપ માટે પોર્ટના ચાર્જ પ્રથમ ૧૨ કલાકના રોકાણ માટે હાલનાં દર ૦.૩૫ ડોલરને બદલે જીઆરટી ( ગ્રોસ રજિસ્ટર્ડ ટન ) દીઠ 0.0૮૫ ડોલર થરો ( ફિકસ્ડ રેટ ) અને પેસેન્જરદીઠ ૫ ડોલર ( હેડ ટેક્ષ ‘ ) ઘરો . આ સિવાય પોર્ટ બર્થ હાયર , પોર્ટ ડ્યૂઝ , પાયલોટેજ , પેસેન્જર ફ્રી વગેરે જેવા અન્ય કોઈ પણ રેટની વસૂલાત નન્હીં કરે . ૨ ) ૧૨ કલાકથી વધારે સમય રોકાણ માટે ક્રૂઝ રિપ પર ફિકરડ ચાર્જીસ એસઓઆર ( શીડ્યુલ ઓફ રેટ્સ ) મુજબ બર્થ હાયર ચાર્જીસને સમકક્ષ ચુકવવાને પાત્ર હરો , ક્રૂિઝ શિપ માટે લાગું ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ) ૩ ) ઉપરાંત ક્રૂઝ શિપને A. દર વર્ષે ૧ ૫૦ કોલ સુધી ૧૦ ટકા રિબેટ મળરો . B. દર વર્ષે ૫૧-૧ળ કોલ માટે ૨૦ ટકા રિબેટ મળશે . દર વર્ષે ૧થી વધારે કોલ માટે 30 ટકા રિબેટ મળશે . ઉપરોક્ત તર્કબદ્ધ કરવેરા એક વર્ષના ગાળા માટે તાત્કાલિક અસરથી લાગુ થશે . કોવિડ -૧૯ રોગચાળાને કારણે ક્રૂઝ શિપિંગ વ્યવસાયને અતિ માઠી અસર થઈ છે . આ વ્યવસાય કે ઉદ્યોગને ટેકો આપવા માટે તથા ક્રૂઝ શિપિંગ અને પ્રવાસનની વૃદ્ધિ માટે સરકાર ઉચિત નીતિગત વાતાવરણ અને માળખાગત સુવિધા પ્રદાન કરી રહી છે . વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી જહાજ મંત્રાલય દ્વારા નીતિગત ટેકો મળવાને કારણે ભારતમાં ક્રૂઝ શિપના કોલની સંખ્યા વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૨૮ થી વધીને વર્ષ ૨૦૧૯-૨૦માં થઈ હતી . હવે ટેરિફ દરને તર્કબદ્ધ કરવાથી ભારતીય બંદરો પર ક્રૂઝ કોલ સંપૂર્ણપણે બંધ નહીં થાય એવી સુનિશ્ચિતતા કરવામાં મદદ મળશે . કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી ( સ્વતંત્ર હવાલો )  મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ભારતને દરિયા અને નદી એમ બંનેના કૂઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રૂઝ બજારના નકશા પર મૂકવાનું સ્વપ્ન સેવ્યું છે , જેને સાકાર કરવો જહાજ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે . તેમણે ઉમેર્યું હતું કે , “ આ નિર્ણયથી ભારતમાં ક્રૂઝ ટુરિઝમને મોટો ટેકો મળરો , જેને કોવિડ -૧૯ રોગચાળાની અતિ માઠી આર્થિક અસર થઈ છે અને મોટું નુકસાન થયું છે . કૂઝ ટૂરિઝમ વિદેશી હૂંડિયામણ સ્વરૂપે મોટી રકમની કમાણી કરવાની તથા ભારતના ક્રૂઝ પ્રવાસન ક્ષેત્રમાં દરિયાકિનારા પર નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીનું સર્જન કરવાની તક પ્રદાન કરો

Follow Me:

Related Posts