fbpx
રાષ્ટ્રીય

ઉત્તપ્રદેશ સરકારના સ્વાસ્થ્ય મંત્રી અતુલ ગર્ગનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઉત્તર પ્રદેશ સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અતુલ ગર્ગનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને આઇસોલેટ કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી સરકારના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે, જેમાના બે મંત્રીઓ કમલ રાની વરૂણ અને ચેતન ચૌહાણના કોરોનાથી મોત નીપજ્યા છે.
આ પહેલા યોગી સરકારના કુલ આઠ મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. એમા સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, ગ્રામ્ય વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ, કાયદા અને ન્યાય પ્રધાન મંત્રી બ્રજેશ પાઠક, જળ શક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ, આયુષ રાજ્યમંત્રી ધરમ સિંહ સોની, રમત અને યુવા કલ્યાણ રાજ્ય મંત્રી ઉપેન્દ્ર તિવારીનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts