fbpx
રાષ્ટ્રીય

જીએસટી વાર્ષિક રિટર્નની મુદત ૩૧ ઑક્ટોબર સુધી લંબાવાઈ

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.
મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.
જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.

Follow Me:

Related Posts