fbpx
રાષ્ટ્રીય

કોરોના વાયરસ ત્વચા પર ૯ કલાક જીવતો રહે છેઃ જાપાની સંશોધકોનો દાવો

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ વાયરસને લઈને સંશોધનો પણ ચાલી રહ્યા છે અને સમયાંતરે નવા નવા દાવા પણ થઈ રહ્યા છે.
એક નવી સ્ટડીમાં એવો દાવો કરાયો છે .જેમાં સંશોધકોએ કોરોનાથી મોતને ભેટનારાઓના શરીર પર કરેલા ટેસ્ટમાં ખબર પડી હતી કે, વાયરસ નવ કલાક સુધી ચામડીપ ર જીવતો રહી શકે છે.ઈન્ફ્લુએન્ઝાના વાયરસ કરતા કોરોના વાયરસનો જીવતા રહેવાનો સમય ચાર ગણો છે.આ સંશોધનથી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે રણનીતિ બનાવવામાં મદદ મળશે.
જાપાનની ક્્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસીનની ટીમના કહેવા પ્રમાણે આ સંશોધનના તારણો એ પણ સાબિત કરી રહ્યા છે કે, હાથ ધોવાનુ મહત્વ કેમ વધારે છે.૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણી વડે હાથ ધોવા તેમજ ૬૦ થી ૯૫ ટકા આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જરુરી છે.
સંશોધન માટે સ્કિન ફોરેન્સિક ઓટોપ્સી સેમ્લ ૨૪ કલાક પહેલા લેવામાં આવ્યા હતા.એ પછી સ્કિન સેલ્સને કોરોના તેમજ ઈન્ફ્લુએ્‌ઝાના વાયરસથી સંક્રમિત કરાયા હતા.પરિણામમાં જાેવા મળ્યુ હતુ કે, ઈન્ફ્લુએન્ઝાનો વાયરસ સ્કિન પર ૧.૮ કલાક અને કોરોના વાયરસ ૯ કલાક રહ્યો હતો.

Follow Me:

Related Posts