fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક ૬૭ લાખને પાર, ૧.૦૪ લાખ દર્દીઓનાં મોત

સતત સાત દિવસથી ઘટી રહેલા કોરોનાના કેસોમાં બુધવારે વધારો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨,૦૪૯ પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૯૮૬ લોકોના મરણ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૬૭,૫૭,૧૩૨ પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં જીવલેણ વાઈરસ ૧,૦૪,૫૫૫ લોકોને ભરખી ચૂક્્યો છે.
જાે કે રાહતની વાત એ છે કે, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં ૯,૦૭,૮૮૩ એક્ટિવ કેસ છે. જ્યારે ૫૭,૪૪,૬૯૪ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.
સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં કોરોનાનો કહેર થોડો ઓછો જાેવા મળી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળવાનો દર સતત ઘટી રહ્યો છે. જ્યારે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
કોરોના ટેસ્ટિંગનો આંકડો મંગળવારે ૮ કરોડને પાર પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૧૧,૯૯,૮૫૭ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કુલ ૮,૨૨,૭૧,૬૫૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્્યાં છે.
મંગળવાર સુધી આવેલા આંકડા અનુસાર, દેશમાં ૮૪ ટકાથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્્યાં છે. દેશના ૧૭ રાજ્યો એવા છે, જ્યાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં શ્રેષ્ઠ છે. કેન્દ્ર શાસિત દમણ, આંદામાન-નિકોબાર ઉપરાંત બિહાર, આંધ્ર પ્રદેષ તમિલનાડુ, દિલ્હી અને હરિયાણામાં રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ છે.
આ સિવાય પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, તેલંગાણા, પંજાબ, ગુજરાત, ચંદીગઢ અને ગોવામાં પણ ૮૫ ટકાથી વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્્યાં છે.

Follow Me:

Related Posts