fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના સાંસદનો મોટો ઘટસ્ફોટ ભારત હુમલો કરશે એ ડરથી પાકિસ્તાને અભિનંદનને છોડ્યા હતા

અભિનંદનને પકડ્યા બાદ ભારત હુમલો કરવાનું છે સાંભળતા જ પાક સેના પ્રમુખને પરસેવો વળી ગયો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે હતું કે ભારતીય હવાઇ દળના ફાઇટર પ્લેન પાઇલટ વીંગ કમાન્ડર અભિનંદન વર્ઘમાનના મુદ્દે ભારત હુમલો કરશે એવા ડરથી પાકિસ્તાન રીતસર ધ્રૂજતું હતું.
૨૦૧૯ના ફેબ્રુઆરીમાં ભારતીય હવાઇ દળના ફાઇટર પ્લેનના પાઇલટ વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભૂલથી પાકિસ્તાનની ધરતી પર ઊતર્યા હતા. ભારતે એને તત્કાળ મુક્ત કરવાની તાકીદ કરી હતી. એ ઘટનાને યાદ કરતાં પાકિસ્તાની સંસદમાં ખ્વાજા મુહમ્મદ આસિફે કે ભારત ક્્યાંક આપણા પર હુમલો ન કરી બેસે એવા ડરથી પાકિસ્તાન ધ્રૂજતું હતું.
તેમના વિધાનને સમર્થન આપતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકે કે પાકિસ્તાની લશ્કરના હાલના વડા જનરલ કમર જાવેદ બાજવાના ટાંટિયા ધ્રૂજતા હતા અને એ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. બાજવાને પણ ભારતના હુમલાનો ડર સતાવતો હતો. અયાઝે વધુમાં કે વિદેશ પ્રધાન સાહ મહેમૂદ કુરૈસી પણ ધ્રૂજી રહ્યા હતા. એ સતત કહેતા રહ્યા કે ઉસ (અભિનંદન વર્ધમાન) કો જાને દો. પાકિસ્તાનને ડર હતો કે ભારતે કરેલી તાકીદ મુજબ રાત્રે નવ વાગ્યા સુધીમાં અભિનંદનને નહીં છોડીએ તો ભારત આપણા પર હુમલો કરી દેશે.
આ સંદર્ભમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સંભળાવતાં કહ્ય્šં કે રાહુલજી તમે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના મુદ્દે શંકા ઊઠાવતા હતા ને, તમે જાેઇ લો કે નરેન્દ્ર મોદીનો ડર પાકિસ્તાનમાં કેટલી હદે વ્યાપ્ત છે. સરદાર અયાજ સાદિક સંસદમાં બોલી રહ્યા છે કે પાકિસ્તાનના ચીફ ઑફ ધી આર્મીના સ્ટાફના ટાંટિયા ધ્રુજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો વળી ગયો હતો.
૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાને પોતાના ફાઇટર પ્લેન ભારત તરફ મોકલ્યા હતા. એનો જવાબ આપવા વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન મિગ ૨૧માં નીકળ્યા હતા. એમનું વિમાન તૂટી પડ્યું અને એ ભૂલથી પાકિસ્તાની સરહદમાં પડ્યા. પાકિસ્તાની લશ્કરે એમને પકડી લીધા હતા. ભારતે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે અભિનંદન વર્ધમાનને તરત પાછો મોકલી દો.

Follow Me:

Related Posts