fbpx
રાષ્ટ્રીય

બિહાર ચૂંટણી વચ્ચે મુખ્યમંત્રીની ગુગલી વસતિના પ્રમાણમાં અનામત આપવાની નીતિશ કુમારની જાહેરાત

બિહાર વિધાનસભાની ચૂંટણીના રાજકીય અખાડામાં હવે અનામતનો દાવ પણ ખેલાઇ ગયો છે. સીએમ નીતીશ કુમારએ વસતીના હિસાબથી અનામતની હિમાયત કરી છે. નીતીશકુમારનું કહેવું છે કે તેમનું હંમેશાથી એ મંતવ્ય છે અને તેઓ તેના પર અડગ છે કે જાતિઓને તેમની વસતી પ્રમાણે જ અનામત મળવું જાેઇએ.
ઉલ્લેખનીય છે કે બિહારના રણમાં પાર્ટીઓ વોટ માટે તનતોડ મહેનત કરી છે. રોજગાર અને કાયદા વ્યવસ્થાને લઇ ગોટાળાની જાેરદાર ચર્ચા થઇ રહી છે. પરંતુ હવે વારો આવ્યો છે નવા રાજકીય શસ્ત્રોને અજમાવાની અને આ બધાની વચ્ચે નીતીશ કુમારે ખેલ્યો અનામતનો દાવ.
વાલ્મીકિનગરમાં નીતીશકુમારે કે જાતિઓની વસતીના હિસાબથી અનામત મળવું જાેઇએ. અસલમાં વાલ્મીકિ નગરમાં થારૂ જાતિના ઘણા વોટ છે અને આ જાતિ જનજાતિમાં સામેલ કરવાની માંગણી ઉઠાવી છે. તેનું સમર્થન કરતાં નીતિશકુમારે કે વસતી ગણતરી અમારા લોકોના હાથમાં નથી પરંતુ અમે ઇચ્છીશું કે જેટલા લોકોની વસતી છે તે પ્રમાણે લોકોને અનામત મળે. તેમાં અમારો કોઇ બેમત નથી.
સીએમ નીતીશકુમારે એ પણ દાવો કર્યો કે થારૂને અનામતનો ફાયદો અપાવા માટે તેઓ વર્ષોથી કોશિષ કરી રહ્યા છે. ત્યારથી જ્યારથી તેઓ અટલ સરકારમાં રેલવે મંત્રી હતા. અસલમાં અહીં પ્રચાર કરવા માટે પહોંચેલા નીતીશ કુમાપની સામે થારૂ જાતિએ પૂરજાેર રીતે અનામતનો મુદ્દો મૂકયો હતો.
બિહારમાં પહેલાં તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂકયું છે. અનામતનો દાવ પણ અજમાવી ચૂકયા છે. જાેવાનું એ રહેશે કે વિરોધી તેની શું અને કેવી રીતે લે છે.

Follow Me:

Related Posts