fbpx
રાષ્ટ્રીય

દેશમાં કઠોર કાયદો-વ્યવસ્થા હોવા જાેઇએ લવ જેહાદના દરિંદોને ખૂલ્લેઆમ ફાંસી આપી દેવી જાેઇએઃ બાબા રામદેવ

હરિયાણામાં ધોળા દિવસે થયેલા નિકિતા તોમર હત્યાકાંડ પર બાબા રામદેવનું કહેવું છે કે આવી ઘટનાઓ ભારત માતાના માથા પર કલંક છે. લવ જેહાદના નામ પર નૃશંસ હત્યાઓનો દોર શરમજનક છે. આવા દરિંદોને ઝડપથી ખુલ્લેઆમ ફાંસી આપી દેવી જાેઇએ. ઇસ્લામના મૌલાના, મૌલવીઓએ તેનો વિરોધ કરવો જાેઇએ. કોઇ ગુંડા આવી હરકતો ના કરી શકે દેશમાં એવો કઠોર કાયદો-વ્યવસ્થા હોવા જાેઇએ.
યોગ ગુરૂ બાબા રામદેવ એ લવ જેહાદના નામ પર દેશમાં થઇ રહેલ નૃશંસ હત્યાઓને શરમજનક ગણાવતા બલ્લભગઢની નિકિતા તોમર હત્યાકાંડના આરોપીઓને જાહેરમાં ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. જેથી કરીને આવી ઘટનાઓના પુનરાવર્તનને રોકી શકાય.
પતંજલિ યોગપીઠમાં એક ધાર્મિક આયોજન બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોથી લવ જેહાદને લઇ કડક કાયદો બનાવાની તથા ગુનેગારોને આકરી સજા આપવાની માંગણી કરી. તેમણે આ સંબંધમાં ઇસ્લામિક ગુરૂઓ અને મૌલવીઓને પણ લવ જેહાદનો વિરોધ કરવાનું જેથી કરીને સમાજમાં થઇ રહેલા જઘન્ય ગુનાઓને રોકી શકાય. આવા જઘન્ય ગુનાઓથી ભારત અને ભારત માતા કલંકિત થઇ રહ્યા છે. તેમણેકે જ્યાં સુધી દોષિતોને ચોકમાં ફાંસી જેવી સજા આપવામાં આવશે નહીં ત્યાં સુધી જાહેર બજારમાં થતા આવા ગુનાઓને રોકી શકાશે નહીં.

Follow Me:

Related Posts