fbpx
રાષ્ટ્રીય

કુલ કેસનો આંકડો ૮૨.૬૭ લાખ, વધુ ૪૯૦ના મોત સાથે મૃત્યુઆંક ૧.૨૩ લાખે દેશમાં કોરોના હાંફ્યોઃ ૨૪ કલાકમાં ૩૮૩૧૦ પોઝિટિવ કેસ નોંધાયા

રિકવરી રેટ ૯૧.૯૬% પર પહોંચ્યો, અત્યાર સુધી કુલ ૭૬,૦૩,૧૨૧ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ

દુનિયામાં કોરોના વાયરસનો કહેર થોભવાનું નામ જ લઈ નથી. સતત કોરોનાના આંક વધી રહ્યા છે. છતાં ભારતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે. કેમ કે એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક્ટિવ કેસની સંખ્યા ૩૦ જુલાઈ બાદ સૌથી ઓછી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દેશોમાં એક્ટિવ કેસ ૫,૪૧,૪૦૫ રહ્યા છે. ત્યારે છેલ્લાં ૨૪ કલાકમાં ૩૮,૩૧૦ નવા કોરોના કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા ૮૨,૬૭,૬૨૩ થઈ ગઈ છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૪૯૦ લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં ૧,૨૩,૦૯૭ લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે.
૨૪ કલાકમાં ૫૮,૩૨૩ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૭૬,૦૩,૧૨૧ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૦,૪૬,૨૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા ૧૧,૧૭,૮૯,૩૫૦૧ છે.
એક્ટિવ કેસની સંખ્યા ૩૦ જુલાઈ બાદ સૌથી ઓછી નોંધાયી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૧.૯૬% છે. જ્યારે એક્ટિવ દર્દી ૬.૫૪% છે. ડેથ રેટ ૧.૪૮% છે. તેમજ પોઝિટિવિટી રેટ ૩.૬૬% નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં પીક વીત્યા બાદથી દેશમાં સતત કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે આંકડા ભલે ઓછા થયા હોય પરંતુ ખતરો ઓછો થયો નથી. આપણે હજુ એટલી જ સાવધાની રાખવાની જરૂર છે. બહુ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો, માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગને જ કોરોનાની દવા સમજાે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૧૭,૮૯,૩૫૦ ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી ૧૦,૪૬,૨૪૭ ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૯૧.૯૬ ટકા થયો છે. જ્યારે કોરોનાથી મૃત્યુદર ૧.૪૯ ટકા છે. દેશમાં સતત પાંચમા દિવસે પોઝિટિવ કેસની સંખ્યા છ લાખથી ઓછી રહી છે. આંકડા મુજબ દેશમાં હાલ ૫,૪૧,૪૦૫ લોકો કોરોના વાયરસની સારવાર હેઠળ છે. જે કુલ કેસના ૬.૫૫ ટકા છે.

Follow Me:

Related Posts