fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાન મ્યુ.કો.ચૂંટણીઃ ૫૬૦ વોર્ડમાંથી કોંગ્રેસનો ૨૬૨ અને ભાજપનો ૨૪૨ વોર્ડમાં વિજય

રાજસ્થાનનાં ત્રણ મોટાં શહેરોમાં થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે અશોક ગેહલોતની આગેવાની તળે ભાજપને હંફાવ્યો હતો. જયપુર જાેધપુર અને કોટાના કુલ ૫૬૦ વોર્ડમાંથી કોંગ્રેસે ૨૬૧ અને ભાજપે ૨૪૨ વોર્ડમાં વિજય મેળવ્યો હતો. ૫૭ વોર્ડમાં સૌને આંચકો લાગે એ રીતે અપક્ષો વિજયી નીવડ્યા હતા. આ રીતે છ કોર્પોરેશનમાંથી ત્રણમાં કોંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો હતો. બે કોર્પોરેશન ભાજપ કને રહ્યા હતા અને એકમાં અપક્ષોનો દબદબો રહ્યો હતો.
એક વર્ષ પહેલાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે બે નિગમ-બે મેયરનો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો જે કામિયાબ નીવડ્યો હતો. ગયા વરસે ઓક્ટોબરની ૧૪મીએ સત્તા પર આવતાં વેંત કોંગ્રેસની સરકારે ત્રણ કોર્પોરેશનને છમાં તબદીલ કર્યા હતા. ત્રણે શહેરોનાં કુલ ૨૨૧ વોર્ડને ૫૬૦ વોર્ડમાં પરિવર્તિત કર્યા હતા. જાે કે એ વખતે ભારે વિરોધ અને હો હા થયાં હતાં. પરંતુ ગેહલોતે કોની વાત સાંભળી નહોતી.
હવે ગેહલોતે લીધેલું પગલું કોંગ્રેસ માટે વિજયનું નિમિત્ત બન્યું હતું. છ નગર નિગમમાં જયપુર હેરિટેજ વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે જયપુર ગ્રેટરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જાેધપુર ઉત્તરમાં ભાજપ અને દક્ષિણમાં કોંગ્રેસ મોખરે રહ્યો હતો. કોટામાં ઉત્તરમાં કોંગ્રેસની આગેકૂચ હતી જ્યારે દક્ષિણમાં કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો જીત્યા હતા. અહીં અપક્ષોનો દબદબો રહ્યો હતો.

Follow Me:

Related Posts