fbpx
રાષ્ટ્રીય

ગાંધીયન યંગ ટેકનોલોજીકલ ઈનોવેશન પુરસ્કાર- ૨૦૨૦ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય ના ડો હર્ષવર્ધન ના હસ્તે એનાયત

કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુવા વિદ્યાર્થીઓ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. યુવાનોની જિજ્ઞાસાવૃત્તિ અને શ્રેષ્ઠ કરી બતાવવાની ધગશ સમસ્યાઓને ઉકેલવા પ્રોત્સાહન આપે છે જેનાથી કાં તો ટેકનોલોજીના સીમાડા વિસ્તરે છે અથવા સતત અનિશ્ચિત સામાજિક જરૂરિયાતોનું નિરાકરણ આવે અને વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે વ્યાજબી સમાધાનો વિકાસ પામે છે. ગાંધીયન યંગ ટેક્નોલોજિકલ ઇનોવેશન (જીવાયટીઆઈ) એવોર્ડ્સમાં બે શ્રેણીમાં સમાવેશ થાય છે, (1) SITARE-GYTI એવોર્ડસઃ (સ્ટુડન્ટ્સ ઈનોવેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ રિસર્ચ એક્સપ્લોરેશન) બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ (BIRAC) હેઠળ, બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને સૃષ્ટિ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે. (2) SRISTI-GYTI એવોર્ડઃ ટકાઉ ટેક્નોલોજિકલ ઇનોવેશન પુરસ્કાર જે SRISTI (સૃષ્ટિ) દ્વારા આપવામાં આવે છે. આમ; બે શ્રેણી હેઠળ પુરસ્કાર અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી ટેકનોલોજીના વિદ્યાર્થીઓની વિશિષ્ટ શોધને આગળ ધપાવવા અને બિન ખર્ચાળ અને ટકાઉ ઉદ્યોગના વિકાસ કરવા, અસરકારક ઉકેલો વિકસાવવા અને વણ ઉકેલાયેલ સમસ્યાઓનું સમાધાન કરવા વિદ્યાર્થીઓ યોગદાન આપી શકે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાનોના 42 ટેક્નોલોજી ક્ષેત્રોમાં સૃષ્ટી-જીવાયટીઆઈ હેઠળ 712 પ્રવેશિકાઓ પ્રાપ્ત થઈ હતી. SITARE-GYTI હેઠળ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની છ કેટેગરીમાં 250 પ્રવેશિકાઓ મળી હતી. આ વર્ષે ઑફલાઇન કરતાં ઑનલાઇન સમીક્ષા પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. વિવિધ નિષ્ણાતો દ્વારા તમામ પ્રવેશિકાઓનું તબક્કાવાર મૂલ્યાંકનના ચાર રાઉન્ડ ઑનલાઇન હાથ ધરવામાં આવ્યાં હતાં. મૂલ્યાંકન સમિતિમાં દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકશ્રીઓ સામેલ હતા. જેમાં પ્રો. સઇદ ઇ. હસ્નૈન (જામિયા હમદર્દ, નવી દિલ્હી), પ્રો.પી.વી.એમ.રાવ (આઈઆઈટી દિલ્હી) ડો.બી.કે.મૂર્તિ, પ્રો.વંદના બી.પત્રાવલે (આઇ.સી.ટી. મુંબઈ), ડો. કે.કે. પંત (આઈઆઈટી દિલ્હી), પ્રોફેસર મકર અને ઘાંગ્રેકર (આઈઆઈટી કેજીપી), પ્રો. શશાંક મહેતા (એનઆઈડી), ડો.મહેશ છાબરીયા (એલએમ કોલેજ ઓફ ફાર્મસી), પ્રો. નીતુ સિંહ, (આઈઆઈટી, દિલ્હી), ડો સી સી શિશુ (પૂર્વ નિયામક, પીઈઆરડી અમદાવાદ), શ્રી અતુલ ભાર્ગવ (એસ.ટી.માઇક્રોઇલેક્ટ્રોનિક્સ), પ્રો. વિવેકાનંદન પેરુમલ (આઈઆઈટી, દિલ્હી), ડો. સંજીવ સક્સેના (આઈસીઆઈઆર), પ્રો.જે.રામ કુમાર (આઈઆઈટી, કાનપુર) , પ્રો.સરિતા અહલાવત (આઈઆઈટી, દિલ્હી), પ્રો.અમીત અસ્થાના (સીસીએમબી, હૈદરાબાદ), ડો. શશી બાલા સિંઘ (એનઆઈપીઈઆર, હૈદરાબાદ), પ્રો.પ્રદીપ ટી (આઈઆઈટી મદ્રાસ), ડો.દેબી પી. સરકાર (આઈઆઈએસઇઆર મોહાલી), પ્રો.જય ધારીવાલ (આઈઆઈટી, દિલ્હી), પ્રો.ઉદય બી. દેસાઇ (આઈઆઈટી, હૈદરાબાદ), પ્રો.વિપિનલધ્ધા (એસકેઆરએયુ, બિકાનેર), ડૉ. બી. રવિ (આઈઆઈટી, બોમ્બે), ડૉ. રેનુ જોન (આઈઆઈટી, હૈદરાબાદ), ડૉ. પ્રેમનાથ વેણુંગોપાલન (સીએસઆઈઆર-એનસીએલ, પૂણે), ડૉ. તસ્લિમ આરીફ સૈયદ, (સીસીએએમપી, બંગલોર), ડૉ. વિદ્યા ગુપ્તા (સીએસઆઈઆર-એનસીએલ, પૂણે), ડૉ. સૈયદ શમ્સ યઝદાની (આઈસીજીઇબી, નવી દિલ્હી), ડૉ. વિ રેડ્ડી (આઈસીજીઇબી, નવી દિલ્હી) આ વર્ષે SITARE-GYTI હેઠળ ચૌદ પુરસ્કાર અને અગિયાર પ્રોત્સાહન પુરસ્કારની પસંદગી સંબંધિત ક્ષેત્રોના જાણીતા અધ્યાપકો અને વૈજ્ઞાનિકો દ્વારા સખત સમીક્ષા પ્રક્રિયા પછી કરવામાં આવી હતી. સૃષ્ટિ સંસ્થા દ્વારા સાત SRISTI-GYTI એવોર્ડ અને 16 પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ એવોર્ડ સમારોહ 5 નવેમ્બર, 2020 ના રોજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તેમજ પૃથ્વી વિજ્ઞાન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના માનનીય કેન્દ્રીય પ્રધાન, ડો. હર્ષવર્ધન સમારોહના મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં હાજરી આપનાર અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો હતા: ડૉ. શેખર સી. મંડે, ડી.જી., સી.એસ.આઇ.આર., ડૉ. રેણુસ્વરૂપ, સચિવ, બાયોટેકનોલોજી વિભાગ, ડૉ. આર.એ.માશેલકર (પૂર્વ અધ્યક્ષ ભૂતપૂર્વ ડી.જી. સી.એસ.આઈ.આર) અને પ્રો.અનિલ કે ગુપ્તા, સ્થાપક, હની બી નેટવર્ક અને સંયોજક, સૃષ્ટી.સમારોહની શરૂઆતમાં પ્રો. અનિલ ગુપ્તાએ સહુ મહેમાનોને આવકાર્યા અને જણાવ્યું કે દર વર્ષે SITARE-GYTI એવોર્ડ જીવન વિજ્ઞાન, બાયોટેકનોલોજી, કૃષિ, તબીબી ઉપકરણો વગેરેમાં વિદ્યાર્થીઓએ વિકસાવેલ સૌથી આશાસ્પદ તકનીકોને આપવામાં આવે છે. જયારે એન્જિનિયરિંગ શાખામાં વિદ્યાર્થીઓને સૃષ્ટી-GYTI પુરસ્કાર આપવામાં આવે છે. BIRAC ના સેક્રેટરી ડૉ. રેણુ સ્વરૂપે, તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા કહ્યું કે કેવી રીતે યુવાનો સર્જનાત્મકતા અને નવીન વિચારની શક્તિને વધારવા માટે BIRAC દ્વારા SITARE ની કલ્પના કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે ડીબીટી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ SITARE પ્રોગ્રામમાં લાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે જેથી, રોજિંદા જીવનમાં અનુભવાતા પડકારોનું સમાધાન શોધવામાં અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ વધે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના કેન્દ્રિય મંત્રી શ્રી ડૉ. હર્ષવર્ધને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેઓને સામાજિક, ઔદ્યોગિક અને પર્યાવરણીય જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ તે અંગે વ્યાપક જાગૃતિ લાવવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું કે યુવા વિદ્યાર્થીઓ, મહિલા તજજ્ઞો માટે સંશોધન માટેનું ભંડોળ વધારવા માટે કેટલાય નીતિ વિષયક સુધારા કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts