fbpx
રાષ્ટ્રીય

સુરક્ષિત-અસરકારક કોરોના વેક્સિન જાન્યુઆરીમાં લોન્ચ થઇ શકે છેઃ પૂનાવાલા

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ભારતને લઈને સારા સમાચાર આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓના જણાવ્યા પ્રમાણે આગામી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં દેશને કોરોના વાયરસની વેક્સીન મળી શકે છે. વેક્સીનની કિંમતને લઈને સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું પણ પુનાવાલાએ જણાવ્યું હતું.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, એક સુરક્ષીત અને અસરકારક વેક્સીન આગામી વર્ષની શરૂઆતમાં લોંચ થઈ શકે છે. પૂનાવાલાની કંપની ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની બનાવેલા કોરોનાની વેક્સીન કોવિશિલ્ડનું માણસો પર ટ્રાયલ અને તેનું ઉત્પાદન કરી રહી છે. પૂનાવાલાના મતે જાે આ ટ્રાલય સફળ રહી અને રેગુલેટરી બોડીઝ તરફથી મંજુરી મળી જાય તો વેક્સીન ૨૦૨૧માં ભારતમાં આવી શકે છે.
ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાના કોવિડ વેક્સીન કેંડિડેટના લેટ સ્ટેજ ટ્રાયલના પરિણામો આગામી મહિને જ સામે આવી શકે છે. હતું કે, ભારતમાં વેક્સીનની ટ્રાલયમાં સુરક્ષા સંબંધિત કોઈ સમસ્યા સામે આવી નથી.
આદર પૂનાવાલાએ હતું કે, ભારત અને યૂકેમાં ટ્રાયલની સફળતા બાદ મંજુરી મળે છે કે એમ તેના પર ર્નિભર રહેશે કે વેક્સીન કેટલા સમયમાં મળવાની શરૂ થઈ જશે. જાે વધુ સમુસુતરૂ પાર પડ્યું તો જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં દેશને વેક્સીન મળી જશે. જાેકે તે અસરકારક અને સુરક્ષીત હોવી જરૂરી છે. કોવિશીલ્ડ વેક્સીનને લઈને કોઈ જ ચિંતાજનક વાત નથી. ભારતમાં હજારો લોકોને તેના ડૉઝ આપવામાં આવી ચુક્્યા છે. જાેકે વેક્સીનની લાંબાગાળાની અસરો તપાસવામાં હજી ૨ થી ૩ વર્ષ લાગી શકે છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓના જણાવ્યા પ્રમાણે, કોવિશીલ્ડ વેક્સીન કેટલા સમયમાં મળશે તેને લઈને સરકાર સાથે તેમની વાતચીત ચાલી રહી છે. સાથો સાથ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે કે, લોકોને આ વેક્સીન પોસાય તેવા ભાવે પુરી પાડવામાં આવે. જાેકે અમે પણ એ વાતને લઈને નિશ્ચિંત છીયે કે, આ વેક્સીન બધાને જ પરવડશે તેવી હશે.

Follow Me:

Related Posts