fbpx
રાષ્ટ્રીય

કેજરીવાલે લક્ષ્મી પૂજા કરવાની જાહેરાત કરતા વિપક્ષી બેક ફૂટ પર

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ફરી એક વાર સોફ્ટ હિંદુત્વ કાર્ડ ખેલીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. દિલ્હીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને પ્રદૂષણનું સ્તર પણ ચિંતાજનક રીતે વધી ર છે ત્યારે કેજરીવાલે દિલ્હીનાં લોકોને દિવાળીમાં ફટાકડા નહીં ફોડવા અપીલ કરી છે. સાથે સાથે કેજરીવાલે લક્ષ્મી પૂજા કરવાની જાહેરાત કરી દીધી છે.
કેજરીવાલની જાહેરાત પ્રમાણે દિવાળીના દિવસે સાંજે ૭.૩૯ કલાકથી શરૂ થનારી લક્ષ્મી પૂજાનું જીવંત પ્રસારણ કરાશે. તમામ દિલ્હીવાસીઓને લક્ષ્મી પૂજામાં જાેડાવા અને પોતાના ઘરે એ જ રીતે પૂજા કરવા કેજરીવાલે છે.
વિશ્લેષકોના મતે, આ જાહેરાત કરીને કેજરીવાલે પોતે ભાજપ કરતાં એક કદમ આગળ હોવાનું સાબિત કર્યું છે. હિંદુઓના તહેવારોની ઉજવણીમાં સંયમ રાખવાનું કહેવાય તરત જ ભાજપના ઈશારે સોશિયલ મીડિયા પર એવો પ્રચાર ચાલુ કરી દેવાય છે કે, આ દેશમાં હિંદુઓને જ તેમના તહેવારોની ઉજવણી બંધ કરવાનું કહેવાય છે. કેજરીવાલે લક્ષ્મી પૂજાનો સ્ટ્રોક ફટકારીને વિરોધની કે હિંદુ વિરોધી હોવાના કુપ્રચારની કોઈ ગુંજાઈશ જ નથી રહેવા દીધી.

Follow Me:

Related Posts