fbpx
રાષ્ટ્રીય

સિબ્બલ બાદ ચિદમ્બરમે પણ ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી સમિક્ષાની કરી માંગણી

બિહાર વિધાનસભા ચૂંટણી અને 8 રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષમાં જે વિખવાદ શરૂ થયો છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો. કપિલ સિબ્બલ અને તારિક અનવર બાદ હવે કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતા પી ચિદમ્બરમે પાર્ટીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હિન્દી અખબારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચિદમ્બરમે કહ્યુ કે, બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો જણાવે છે કે પાર્ટી જમીની સ્તર પર ક્યાંય નથી. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે બિહારમાં કોંગ્રેસ પોતાની તાકાતથી વધુ સીટો પર ચૂંટણી લડી, તેણે ઓછી સીટો પર ચૂંટણી લડવાની જરૂર હતી. આ સવાલ પર કે કોરોના મહામારી અને આર્થિક મંદી છતાં બિહાર અને પેટાચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ કેમ રહ્યુ, ચિદમ્બરમે કહ્યુ કે, તે પેટાચૂંટણીના પરિણામોને લઈને વધુ ચિંતિત છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીના પરિણામ જણાવે છે કે જમીની સ્તર પર પાર્ટીનું સંગઠન નથી કે નબળુ પડી ગયું છે. તેમણે કહ્યું કે, બિહારમાં જીતની નજીક રહીને પણ હારનો સામનો કરવો પડ્યો, જેની સમીક્ષા થવી જોઈએ. હકીકતમાં કોંગ્રેસે 243 વિધાનસભા સીટો વાળા બિહારમાં 70 સીટો પર ચૂંટણી લડી હતી જેમાં માત્ર 19 સીટ પર જીત મળી હતી. આ કારણ છે કે તેને મહાગઠબંધનની હારનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિદમ્બરમ જેવા દિગ્ગજ કોંગ્રેસીના આ નિવેદનથી આરજેડી નેતા શિવાનંદ તિવારીની તે આલોચનાને બળ મળે છે, જેમાં તેમણે મહાગઠબંધનની હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું હતું.

Follow Me:

Related Posts