fbpx
રાષ્ટ્રીય

અમે અટકેલી યોજનાઓ પૂરી, ૧૮મી લોકસભામાં પણ ઇતિહાસ બનાવીશુંવડાપ્રધાન મોદીએ ૨૧૩ કરોડના ખર્ચે બનેલ સાંસદો માટેના નવા ફ્લેટ્‌સનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સાંસદો માટે બનેલા ૭૬ ફલેટ્‌સનું ઉદ્ધાટન કર્યું. મોદીએ કહ્યું કે આપણા લોકસભા અધ્યક્ષ ક્વોલિટી અને બચતમાં વિશ્વાસ રાખે છે. સદનની અંદર પણ તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે ક્વોલિટી યથાવત રહે. મોનસૂન સત્રમાં પણ એ જાેવા મળ્યું છે. આ વખતે ૪૦૦થી વધુ સાંસદ પ્રથમ વખત કે બીજી વખત ચૂંટાઈને પહોંચ્યા છે. દેશનો આ વિચાર, આ નવો મિજાજ સંસદની રચનામાં જાેવા મળે છે.
મોદીએ કહ્યું દિલ્હીમાં ઘણા પ્રોજેક્ટસ વર્ષોથી અધુરા હતા. સમસ્યાઓ ટાળવાથી નહિ પરંતુ સમાધાન શોધવાથી પૂર્ણ થાય છે. આજના કામકાજમાં નવી રીત જાેવા મળે છે. અગાઉની ૧૬ લોકસભાની સરખામણીમાં ૧૭મીએ ૧૫ ટકા વધુ બિલ પાસ કરાવ્યા. ૧૩૫ ટકા કામ કર્યું. અગાઉની ઠંડીમાં પણ લોકસભાની પ્રોડક્ટિવિટી ૧૧૦ ટકા વધુ રહી. સાંસદોએ પ્રોડક્ટ અને પ્રોસેસનું ધ્યાન રાખ્યું. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદોએ તેની ખૂબ ધ્યાન રાખ્યું.
વડાપ્રધાને આગળ કહ્યું કે દેશની મહિલાઓને ત્રણ તલાક જેવી બદીઓમાંથી આઝાદી અપાવી છે. માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ કરનારાઓ માટે મૃત્યુદંડનો પ્રાવધાન લાવવામાં આવ્યો છે. આ સિવાય નાગરિકતા સંશોધન કાયદો, બેન્કરપ્સી કોડ પણ પાસ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ ધ્યાન આપ્યું નથી કે લોકસભામાં ૬૦ ટકાથી વધુ બિલ એવા હતા, જેમાં ૨-૩ કલાક ચર્ચા થઈ હતી. ૧૭મી લોકસભામાં આનાથી વધુ બિલ પાસ કરવામાં આવ્યા અને વધુ ચર્ચાઓ થઈ.
એમ કહેવાય છે કે યુવાઓ માટે ૧૬, ૧૭, ૧૮ની ઉંમર ખૂબ જ મહત્વની હોય છે. આ ઉંમર કોઈ યુવા લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તાજેતરમાં જ ૧૬મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સમય ખૂબ જ ઐતિહાસિક રહ્યો. ૨૦૧૯માં ૧૭મી લોકસભાનો કાર્યકાળ શરૂ થયો. અમે તેમાં જે પગલાઓ લીધા તેનાથી ઈતિહાસ બન્યો છે

Follow Me:

Related Posts