fbpx
રાષ્ટ્રીય

બિહારમાં નીતિશ લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવે, પછી અમે વિચારીશુંઃ સંજય રાઉત

દેશમાં લવ જેહાદને લઇને ફરી એક વખત ચર્ચા થઇ રહી છે. ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં તેના વિરૂદ્ધ કાયદો પસાર કરાવવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યોએ તેનો વિરોધ કર્યો છે. આ મામલે જ્યારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઇને તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
સંજય રાઉતે કહ્યુ કે લવ જેહાદને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. મને લાગે છે કે આ એક ગંભીર ઘટના છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી આવી રહી છે, એક નવો વિષય સામે લાવવો જાેઇએ. અમારૂ માનવુ છે કે ચૂંટણી માટે વિકાસ એક મુખ્ય મુદ્દો છે પરંતુ લવ જેહાદ પર ચર્ચા કરવામાં આવશે.
સંજય રાઉતે મહારાષ્ટ્રમાં આ કાયદાને લાવવાના સવાલ પર કહ્યુ, કેટલાક લોકો આ મુદ્દાને મહારાષ્ટ્રમાં પણ ઉઠાવી રહ્યા છે, અમને પૂછી રહ્યા છે કે અમે એક કાયદો લાવીશું? મે આજે સીએમ સાથે વાત કરી છે, હું કહેવા માંગુ છું કે જ્યારે નીતિશ કુમારજી બિહારમાં આ કાયદાને લાગુ કરશે તો અમે તેની તપાસ કરીશુ અને પછી મહારાષ્ટ્ર માટે વિચારીશું.

Follow Me:

Related Posts