fbpx
રાષ્ટ્રીય

ખુશખબરઃ પ્રવાસન સ્થળ દીવ કોરોનામુક્ત થયું

ગુજરાતીઓ દારૂ પીવા માટે ગુજરાતના પાડોશી રાજ્યોમાં જાય છે. આ પૈકી દીવ ગુજરાતીઓનું પ્રિય સ્થળ છે ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે, પ્રવાસન સ્થળ દીવ કોરોનામુક્ત થઈ ગયું છે. બે દિવસ પહેલા દીવ કલેક્ટરે દીવને કોરોનાં મુક્ત જાહેર કર્યું હતું.
જાે કે કોરોનાના કેસો ના વધે એટલે દીવ પ્રશાસને માસ્ક ન પહેરવાનો દંડ વધારીને પાંચસો રૂપિયા કરી દીધો છે. દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરવા લાગતા દીવ પ્રશાસને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. આ કારણે હવે દીવમાં જવું હશે તો માસ્ક ફરજિયાત પહેરવો પડશે.
દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં દીવનાં નગવા બીચ અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. હજારો પ્રવાસીઓ દીવમાં ઉમટી પડયા હતા અને મોટા ભાગના કોરોનાના ખતરાને અવગણીને માસ્ક વિના ફરતા જાેવા મળ્યા હતા. તેમણે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ ન કરતાં પ્રશાસને આકરા બનીને માસ્ક નહીં પરેહવા પર દંડ વધાર્યો છે.

Follow Me:

Related Posts