fbpx
રાષ્ટ્રીય

કોરોના મામલે રાહતના સમાચાર૨૪ કલાકમાં માત્ર ૩૭ હજાર કેસ નોંધાયા, ૪૮૦ દર્દીનાં મોત

૮૬ લાખ દર્દી સાજા થયા, હાલમાં ૪.૩૮ લાખ એક્ટિવ કેસ

મંગળવાર સવારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોના આંકડાઓએ આંશિક રાહત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધરવામાં આવી છે પરંતુ સારી બાબત એ છે કે સંક્રમિતોનો આંક ૪૦ હજારથી નીચે રહ્યો છે અને મૃત્યુઆંક પણ ૫૦૦થી નીચે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૯૭૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૧,૭૭,૮૪૧ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૬ લાખ ૪ હજાર ૯૫૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં ૪,૩૮,૬૬૭ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૪,૨૧૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૩ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૩૬,૮૨,૨૭૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૯૯,૫૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts