fbpx
રાષ્ટ્રીય

સિંધુ બોર્ડર પર પથ્થરમારા બાદ પોલીસ ઝૂકી, ખેડૂતોને દિલ્હી આવવાની મંજૂરી મળી

કૃષિ કાયદાઓની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા અને પંજાબથી રવાના થયેલા ખેડૂતોને હવે દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ છે. ખેડૂતો સિંધુ બોર્ડરથી દિલ્હી આવી શકશે. આ દરમિયાન પોલીસની ટીમ તેમની સાથે જ રહેશે. પરંતુ ત્યારબાદ ખેડૂતોએ સિંધુ બોર્ડર પર પથ્થરમારો શશ્રૂ કરી દીધો. ખેડૂતો છેલ્લા થોડાક દિવસથી દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન અનેકવાર પોલીસ અને તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં એકત્ર થવાની મંજૂરી આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ખેડૂત ત્યાં એકત્ર થઈને પ્રદર્શન કરી શકે છે.
કેન્દ્રના કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દિલ્હીના દરવાજાથી આગળ વધી ગયા છે. અંતે સરકારી ઝૂકી ગઈ છે અને ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જાેકે, સિંધુ બોર્ડર પર તણાવ હજુ બનેલો છે. અહીં હરિયાણા અને પંજાબના ખેડૂત મોટી સંખ્યામાં એકત્ર થયા છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોને શાંતિની અપીલ કરી છે.
તેઓએ કહ્યું કે, ખેડૂતોની તમામ યોગ્ય મુદ્દાઓને લઈ કેન્દ્ર સાથે સીધી વાતચીત કરે. સિંધુ બોર્ડર પર દિલ્હી પોલીસે ત્રણ લેયરમાં બેરિકેડિંગ કર્યું હતું. સૌથી આગળ કાંટાળા તાર હતા. બાદમાં ટ્રકોને બેરિકેડની જેમ ઊભી કરવામાં આવી હતી. અંતમાં વોટર કેનન તૈનાત હતા. આટલી વ્યવસ્થા પણ ખેડૂતોને રોકી ન શકી. પંજાબ-હરિયાણા બોર્ડરથી દિલ્હી બોર્ડર સુધી ત્રણ રાજ્યોની પોલીસે આઠ મોટી નાકાબંધી કરી ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂત દરેક વખતે ટ્રેક્ટરોના સહારે આગળ વધતા ગયા.

Follow Me:

Related Posts