fbpx
રાષ્ટ્રીય

ભારતની હેટરો જૂથ સાથે રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા કરાર કરાયોરશિયામાં તૈયાર કરાયેલ કોરોનાની રસી સ્પુતનિક-૫નું ભારતમાં ઉત્પાદન થશે

કોરોનાની સારવાર માટે રશિયા માં તૈયાર કરવામાં આવેલી રસી સ્પુતનિક-૫નું ઉત્પાદન હવે ભારતમાં પણ થશે. આ માટે ભારતની હેટરો જૂથ સાથે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા કરાર કરવામાં આવ્યા છે. બંને દેશોની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ કરાર બાદ દર વર્ષે ભારતમાં ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ બીજી વેક્સિન હશે તેના મોટાપાયે ડોઝ તૈયાર કરાશે.
રશિયાની કોરોના વાયરસ રસી હિમાચલપ્રદેશના બદ્દીમાં તૈયાર કરવામાં આવશે. તેના માટે બદ્દીની કંપની પનેશિયા બાયોટેક સાથે કરાર થયો છે. ડિસેમ્બરમાં કંપની રશિયાના સ્પૂતનિક રસીનું ઉત્પાદન શરૂ કરશે. એટલું જ નહીં પોન્ટામાં આવેલ મૈનકાઈન્ડ ફાર્મા કંપનીની સાથે દવાના માર્કેટિંગને લઈને વાતચીત ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર પનેશિયા સાથે કરાર પહેલા બદ્દીની વધુ બે કંપનીઓ ડો. રેડ્ડી અને હેટ્રો સાથે રસી તૈયાર કરવા માટે રશિયાની વાતચીત ચાલી રહી હતી. પરંતુ ઉત્તરભારતમાં રસી બનાવનારી પેનેશિયા એક માત્ર કંપની છે. એટલા માટે રશિયાએ આ કંપનીની સાથે કરાર કર્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ કંપની બીજા માટે કામ કરી શકે છે. રશિયા ઇચ્છે છે કે ભારતની દવા કંપની આ રસીને તૈયાર કરે.
આથી જ બદ્દીની કંપની આને તૈયાર કરશે. કહેવાઈ રહ્યુ છે કે આ રસી બનાવવા માટે કંપનીને ટેક્નીકલ ટ્રાન્સફર થઈ ગઈ છે. કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ ચોપડાએ આ અંગે કંઈ પણ જણાવવાનો અધિકાર નથી. અહીં જે કંઈપણ થઈ રહ્યું છે તેને પીએમ કાર્યલય અથવા કેન્દ્ર સરકાર જણાવી શકે છે. ડ્રગ કન્ટ્રોલર મનીષ કપૂરે જણાવ્યું કે બદ્દી સ્થિત પનેશિયા કંપની રસી તૈયાર કરશે. પનેશિયા ઉત્તર ભારતની એવી કંપની છે જે રસી બનાવે છે.

Follow Me:

Related Posts