fbpx
રાષ્ટ્રીય

ઉ.પ્રદેશમાં લવ જેહાદ કાયદો લાગુઃ રાજ્યપાલે મંજૂરી આપી

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આથી આ વટહુકમ લાગુ થતા નવો કાયદો આજથી યુપીમાં અમલી આવી ગયો છે.
અત્રે જણાવવાનું કે ગત મંગળવાર એટલે કે ૨૪ નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યપાલ પાસે પાસ કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. વટહુકમ મુજબ દગો કરીને ધર્મ બદલાવવા બદલ ૧૦ વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ વરિવર્તન માટે જિલ્લાધિકારીને બે મહિના પહેલ સૂચના આપવાની રહેશે.
ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ લવ જેહાદ પર નવો કાયદો લાવશે. જેથી કરીને લાલચ, દબાણ, ધમકી કે ભ્રમિત કરીને લગ્ન કરવાની ઘટનાઓને અટકાવી શકાય.
યુપી સરકારના વટહુકમ મુજબ જબરદસ્તી કે દગાથી ધર્મ પરિવર્તન માટે ૧૫,૦૦૦ રૂપિયાના દંડની સાથે ૧-૫ વર્ષની જેલની સજાની જાેગવાઈ છે. જાે જીઝ્ર-જી્‌ સમુદાયની સગીરાઓ અને મહિલાઓ સાથે આવી ઘટના ઘટે તો ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને ૩-૧૦ વર્ષની જેલની સજા થશે.

Follow Me:

Related Posts