fbpx
રાષ્ટ્રીય

વેક્સીન આવ્યા બાદ દિલ્લીમાં ૩-૪ સપ્તાહમાં તેનું વિતરણ થઇ જશેઃ સત્યેન્દ્ર જૈન

દેશમાં કોરોના વેક્સીનની દરેક વ્યક્તિ રાહ જાેઈ રહ્યા છે. દેશમાં અત્યારે ૩૦ વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે પરંતુ તેમાંથી ૩નુ પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યુ છે કે માર્ચ સુધી ભારતમાં વેક્સીનની ઘોષણા થઈ શકે છે. વેક્સીન આવ્યા બાદ તેનુ વિતરણ પણ સરકાર સામે મોટી ચેલેન્જ છે. આ વિશે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એ ઘોષણા કરી છે કે જ્યારે પણ વેક્સીન આવી જશે ત્યારે દિલ્લીમાં અમે તેને ૩-૪ સપ્તાહમાં વિતરિત કરાવી દઈશુ. સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે અમે પહેલેથી તૈયારી કરી રાખી છે. અમારી સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી પોલિક્લિનિક્સની મદદથી દિલ્લીમાં વેક્સીનનુ વિતરણ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ બધા મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અને રસીકરણ પર ચર્ચા કરી હતી. પીએમે આ બેઠકમં બધા મુખ્યમંત્રીઓને વેક્સીનના વિતરણ પર રણનીતિ તૈયાર કરવા માટે કહ્યુ હતુ.

Follow Me:

Related Posts