fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા, કૃષિ કાયદા અંગે કાંઇ ખબર નથીઃ મનોજ તિવારી

ભાજપ સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.
દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાધી માટે કહ્યુ છે કે, રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા છે.તેમને કૃષિ કાયદા અંગે કોઈ જાણકારી નથી.દેશના તમામ રાજયોએ આ કાયદો સ્વીકાર્યો છે.માત્ર કોંગ્રેસની પંજાબ સરકાર તેને સ્વીકારવા માટે તૈયાર નથી પણ કેન્દ્ર સરકાર તમામની વાત સાંભળવા માટે તૈયાર છે.
તિવારીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ ખેડૂતોમાં ભ્રમ ફેલાવીને તેમને ભડકાવવાનુ કામ કરી રહી છે.પીએમ મોદી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવીને તેમની આવક બમણી કરવા માંગે છે.પંજાબના ખેડૂતોના નામ પર જે લોકો આંદોલન કરીરહ્યા છે તેઓ વાત કરવા તૈયાર નથી. સરકાર વચેટિયાઓને હટાવીને ખેડૂતોને ખેત પેદાશોની મિનિમમ પ્રાઈસ વેલ્યૂ આપી રહી છે.હું પણ ખેડૂતનો પુત્ર છે અને મને ખબર છે કે, યુપી, બિહાર સહિતના તમામ ભાજપ શાસિત રાજ્યો ખેડૂતો પાસેથી મિનિમમ પ્રાઈસ વેલ્યૂ પર ખરીદી કરી રહ્યા છે.
સાથે સાથે તિવારીએ કહ્યુ હતુ કે, હૈદ્રાબાદના ચૂંટણી જ નહીં પણ કોઈ પણ નાની- મોટી ચૂંટણીને ભાજપ પૂરી ગંભીરતાથી લેતી હોય છે અને તેમાં તમામ તાકાત સાથે ઝુકાવતી હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/