fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનનું અવિતર ફાયરિંગ યથાવત્‌ઃ બીએસએફ જવાન શહિદ

પાડોશી દેશ પાકિસ્તાન સતત સિઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યો છે. આજે ફરી એકવાર સિઝફાયરનુ ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે (એલઓસી) અગ્રિમ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો, જેમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક અધિકારી શહીદ થઇ ગયા.
છેલ્લા પાંચ દિવસની અંદર પાકિસ્તાની ફાયરિંગથી જવાનના શહીદ થવાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યુ કે મેંઢર સેક્ટરના તારકુંડી વિસ્તારમાં સીમા પારથી કોઇપણ જાતના ઉકસાવા વિના ફાયરિંગ કરવામાં આવ્યુ. અધિકારીએ જણાવ્યુ કે ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો.
આ પહેલા ૨૭ નવેમ્બરે રાજાૈરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિકો શહીદ થયા હતા. સુંદરબની સેક્ટરમાં શહીદ થનારા જવાનોના નામ નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલ મેન સુખબીર સિંહ હતુ. શહીદ થયેલા જવાન સુખબીર સિંહ પંજાબના તરનતારનનો રહેવાસી હતો. શહીદ પ્રેમ બહાદુર ખત્રી યુપીના મહારાજગંજનો રહેવાસી હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/