fbpx
રાષ્ટ્રીય

સંખ્યાબંધ સ્થળોએ રેડ એલર્ટની કરી જાહેરાતઆવતીકાલે તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડુ

“નિવાર” બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક “બુરેવી” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, “બુરેવી” વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્ચિમ તરફ મુન્નારની ખાડી અને કન્યાકુમારી પહોંચવાની સંભાવના છે. ૨ ડિસેમ્બરથી કેરળમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે.
“બુરેવી” વાવાઝોડાના પગલે તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેરળ, કન્યાકુમારી, તમિલનાડુ અને અલાપ્પાઝામાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી.
કેરળ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, “બુરેવી” વાવાઝોડું ૨ ડિસેમ્બરની સાંજ કે રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. આ સાથે જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ-ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ-ઉત્તર કેરળ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વિપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/